વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાય
બાલભવન દ્વારા બાળકો માટે અર્વાચીન દાંડીયા રાસનું અનેરુ આયોજન કરાયું છે. ત્યારે જાણીતું સાઝ ઔર આવાજ ઓરકેસ્ટ્રા ગ્રુપ બાળકો સાથે ધુમ મચાવે છે. પ થી ૧૦ વર્ષનું એ-ગ્રુપ અને ૧૧ થી ૧૬ વર્ષની બી-ગ્રુપ રોજના ગ્રુપ વાઇઝ બોયઝ એન્ડ ગર્લ્સના કુલ ૬૦ જેટલા બાળકો વિજેતા બન્યા હતા. મનસુખભાઇ જોશી માનદમંત્રી, બાલભવન તથા ટ્રસ્ટી ડો. હેલીબેનના નેતૃત્વ હેઠળ રોજે રોજ નવરાત્રીના રંગ જામતો જાય છે. અને બાળકો રમવામાં આનંદ મેળવે છે.
આજના ચોથા નોતરે વિજેતા બાળકોને નિર્ણાયકઓ તથા મુખ્ય મહેમાનો અંજનાબેન મોરઝરીયા ચેરમેન શિક્ષણ વિભાગના આર.એમ.સી. ડો. અલ્પેશભાઇ મોરઝરીયા તથા અભયભાઇ ભારદ્વાજ તથા અલ્કાબેન ભારદ્વાજ હસ્તે નામો આપી પ્રોત્સાહીત કરાયા હતા.