શેરબજાર ગ્રીન ઝોનમાં: સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો
ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. જો કે, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 79.17ની ઓલ ટાઇમ નીચલી સપાટીએ પહોંચી જતા આગામી દિવસોમાં મોંઘવારી માજા મૂકે તેવી દહેશત ઉભી થવા પામી છે.
આજે મંગળવારે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. એક તબક્કે 53,865.93ની સપાટીએ પહોંચી ગયો હતો અને નિફ્ટી પણ 16 હજારની સપાટી ઓળંગી 16025.75એ પહોંચી હતી. જો કે, ત્યારબાદ ઉંચા મથાળે વેચવાલીનું દબાણ વધવાના કારણે બજાર થોડું દબાયું હતું. નિફ્ટીએ ઇન્ટ્રાડેમાં 16 હજારની સપાટી તોડી ફરી 15,838.52એ પહોંચી ગઇ હતી. જ્યારે સેન્સેક્સ 53,255.97એ પહોંચી ગયો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ઓલ ટાઇમ નીચલી સપાટીએ પહોંચી ગયો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 120 પોઇન્ટના ઉછાળા સાથે 53,354 પોઇન્ટ પર જ્યારે નિફ્ટી 37 પોઇન્ટના ઉછાળા સાથે 15,872 પોઇન્ટ ટ્રેડ કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 21 પૈસાની નરમાશ સાથે 79.16 પર ટ્રેડ કરી રહ્યો છે.