બી.એ.પી.એસ.ના વડા મહંત સ્વામીનું કાલ સુધી ગોંડલમાં રોકાણ
ગોંડલ અક્ષર મંદિર ખાતે મહંતસ્વામી ની પધરામણી થતા હરીભકતો માં હર્ષોલ્લાસ છવાયો હતો.પુ.મહંતસ્વામી દિલ્હી અક્ષરધામ થી ગોંડલ પંહોચ્યા હતા.તેઓ સંભવિત 30 તારીખ સુધી ગોંડલ રોકાણ કરશે.
અક્ષર મંદિર ખાતે ચોપડા પૂજન ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભગવાનને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. ચોપડા પૂજન માં ભાગ લેવા માટે ગોંડલ તેમજ આસપાસના વિસ્તારમાંથી પણ બહોળી સંખ્યામાં લોકો પોતાના ચોપડા લઈ અક્ષર મંદિર ખાતે આવ્યા હતા. દિવાળીના દિવસે સમગ્ર અક્ષર મંદિર નું પરિસર ભક્તોના પ્રવાહથી ઉભરાઈ રહ્યું હતું. ઠાકોરજીની મહાપુજા દ્વારા ચોપડાનું પૂજન સંતોએ વેદોક્તવિધિથી કરવામાં આવ્યું હતું. મહાપૂજાના અંતમાં ઉપસ્થિત તમામ હરિભક્તોએ સમૂહ આરતી દ્વારા ઠાકોરજીને વધાવ્યા હતા. આ તકે ઉપસ્થિત સૌ હરીભક્તોને પૂજ્ય સંતોએ આશીર્વાદ પણ આપ્યા હતા.
દિવાળી ના રોજ અક્ષર મંદિર ખાતે પુ.મહંત સ્વામીની પધરામણી થઈ હતી. ભવ્ય આતશબાજી અને ગગન ભેદી જયનાદ દ્વારા મહંત સ્વામી મહારાજનુ હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર સત્સંગ મંડળ વતી પૂજ્ય આત્મસ્વરૂપદાસ સ્વામીએ હાર પહેરાવી મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું. પુ. મહંત સ્વામી નૂતન વર્ષની ઉજવણી અક્ષર મંદિર ખાતે કરશે અને આ દિવસે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ રચવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે પ્રગટ બૃમ્હ સ્વરૂપ પુ.પ્રમુખ સ્વામી મહારાજ પણ શરદપુનમ થી દિવાળી પર્વ સુધી ગોંડલ અક્ષર મંદિર ખાતે રોકાણ કરતા હતા.
પુ.મહંત સ્વામી ની ગોંડલ ખાતે હાજરી હોય દેશ વિદેશ થી હરિભક્તો અક્ષર મંદિર ઉમટી રહયા છે.