અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધા આપવા હમેંશા અગ્રેસર રહ્યું છે. એરપોર્ટ પર હવે સ્વજનોને મૂકવા-લેવા આવતા લોકો માટે ખરીદી માટે હાઇક્લાસ ન્યૂ બોક્સ પાર્કનું નવું નજરાણું ઉમેરાયું છે. અહિં ગુજરાતની કલા સંસ્કૃતિ, સમાજ જીવનની ઝાંખી સાથે પેઇન્ટેડ ક્ધટેનર સાથે ન્યૂ બોક્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગુજરાતની કળા-સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરતા ક્ધટેનર્સને ઉત્તમ ડિઝાઈન કરાયા છે. બોક્સ-પાર્ક વિસ્તારમાં ક્ધટેનર્સને વિખ્યાત કળાશૈલીઓ સાથે લોકલ ટચથી કંડારવામાં આવ્યા છે. ટર્મિનલ-1ના પ્રસ્થાન વિસ્તારને કલાકારોએ બાંધણી કળા, ગીરના પ્રખ્યાત એશિયાટિક સિંહ, વૈશ્વિક લોક કળાના ઉત્તમ નમૂના સમો પતંગોત્સવ, કચ્છી ભરતકામ માટે જાણીતી ભારત કામ જનજાતિ વગેરેને ગ્રાફિક આર્ટના રૂપમાં આવરી લઈ શ્રેષ્ઠ આર્કિટેક્ચરનું પ્રદર્શન કરાયું છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સી-ઓફ સેલ્ફીને વધુ સુંદર બનાવવા માટે કેનોપીમાં 100 થી વધુ છોડ અને તેની આસપાસ બેસવાની જગ્યા બનાવવામાં આવી છે. તદુપરાંત તેમાં સંકલ્પ, લંડન યાર્ડ પિઝા, રૂધ્વય વગેરેના આઉટલેટ્સ પણ હાથવગા હશે. નવા બોક્સ-પાર્ક પરથી હરિયાળી વચ્ચે પ્રિયજનોને વળાવવાની ક્ષણો જીવંત અને યાદગાર બની રહેશે.

એરપોર્ટના ન્યૂ બોક્સ પાર્કની સજાવટમાં સ્પેસ-ડિઝાઇનિંગ, ટાઇપ-ડિઝાઇનિંગ, બ્રાન્ડિંગ સહિત અનેક ઇન્સ્ટોલેશનમાં કામ કર્યું છે. ‘ઝીરો’ ઉપનામથી જાણીતા ગ્રેફિટી કલાકાર ઉપરાંત તેઓ સ્ટ્રીટ-આર્ટ પ્રોજેક્ટ્સમાં મહારત ધરાવે છે.

કુ. શ્રુતિ કટિયાર દિલ્હીની ગ્રાફિક ડિઝાઇનર અને ચિત્રકાર છે. તેઓ પ્રકૃતિ અને સંસ્કૃતિના સુમેળ દ્વારા પ્રેરિત લેન્ડસ્કેપ્સને સમકાલીન ચિત્રોમાં પુન:અંકિત કરે છે.

કુ. સાધના પ્રસાદ મુંબઇના મલ્ટિડિસિપ્લિનરી આર્ટિસ્ટ અને મ્યુરલિસ્ટ છે. તેઓ પ્રેક્ટિસ દ્વારા સાંસ્કૃતિક સંદર્ભોની સાથે સાપેક્ષતા, સ્ત્રી સશક્તિકરણ સાથે લોકોને જોડી આબેહૂબ અવનવી થીમ્સ બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.