રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી, જેમાં રાજકોટ જિલ્લાના રૂ.૧૫.૭૫ કરોડના વિકાસકામોને મંજૂરી અપાઇ હતી.
આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા આયોજન સમિતિના સભ્યો તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને સંબોધતાં પ્રભારી મંત્રીશ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે આવનારા બે માસમાં જળ સંચયના અને આવનારા બે વર્ષમાં કુપોષણ નાબૂદીના મહત્તમ કાર્યો લોકભાગીદારીથી કરવાની રાજ્ય સરકારની નેમ છે. ગત વર્ષના મહત્તમ વિકાસ કામો પૂર્ણ કરવા બદલ સંબંધિત સરકારી વિભાગોની કામગીરીની પ્રભારી મંત્રી ચુડાસમાએ સરાહના કરી હતી. કર્મચારીઓની ઓછપના કિસ્સામાં કાર્યરત કર્મચારીઓને માનવીય ધોરણે થોડું વધુ કામ કરવા મંત્રીશ્રીએ ઉપસ્થિત કર્મચારીઓને હ્રદયસ્પર્શી અનુરોધ કર્યો હતો અને તમામ સરકારી વિભાગોને પરસ્પર સંકલનથી લોકવિકાસના કાર્યો સંપન્ન કરવા સૂચના આપી હતી.
પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિતલોક-પ્રતિનિધિઓને જણાવ્યું હતુંકે, સરકાર દ્વારાનિયત ગાઈડ લાઈન મુજબના કામોની જ દરખાસ્ત રાજ્ય સરકારમાંરજુકરવાની રહેશે. આવશ્યક વિકાસકામોને પ્રાધાન્ય આપી સૂચિત વિકાસ કામોના સત્વરે પ્રારંભ કરવામાં આવશે, તેમ પ્રભારીમંત્રીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું તથા પેન્ડિંગ કામા ેસમયસરપૂણ કર્રવામંત્રીએ સરકારી વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. ગત બેઠકની કાર્યવાહી નોંધને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. બેઠકના પ્રારંભેક કલેકટર રેમ્યા મોહનતથા નિવાસી અધિક કલેકટર પરિમલપંડયા રાજકોટ જિલ્લાનાપ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. જિલ્લા આયોજન અધિકારી એન.આર.ટોપરાણીએ જિલ્લાભરમાંથી આવેલી વિવિધ વિકાસ કામોની દરખાસ્ત પ્રભારીમંત્રી સમક્ષ રજૂ કરી હતી. અને વિવિધ યોજનાઓ હેઠળ મંજુર કરવા પાત્રકામો અંગે મંત્રીને માહિતગાર કર્યાહતા. આ કાર્યક્રમમાં સંસદસભ્ય, ધારાસભ્ય, નગર પાલિકા, તાલુકાપંચાયત, વિકેન્દ્રિત જિલ્લા આયોજન વગેરેના કામોના આયોજનની વિગતવાર ચર્ચા કરવામાંઆવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓના પ્રમુખો અનેવિવિધ તાલુકાઓના તાલુકાપંચાયત પ્રમુખો, જિલ્લાવિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, જિલ્લા આંકડા અધિકારી વી. બી. માંડલીયા, વિકસતી જાતિ વિભાગના નાયબ નિયામક એમ. એમ. પંડ્યા, જિલ્લા પ્રાથમિકિ શક્ષણાધિકારી એમ. જી. વ્યાસ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફઓફિસરો, તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓે ઉપસ્થિત રહ્યા હતા.