Abtak Media Google News
  • ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડમાં હોમાયેલા 27 હતભાગીઓને શ્રધ્ધાંજલી આપવા કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને સ્વયંભૂ સમર્થન
  • એનએસયુઆઈના  આગેવાનો અને હોદેદારોએ શાળાઓ બંધ કરાવી

શહેરના નાના મવા રોડ પર  ટીઆરપી ગેમ ઝોનમાં  સર્જાયેલી  જીવલેણ અગ્નિકાંડની ઘટનામાં 27 નિદોર્ષ લોકો  બળીને  ભડથુ થઈ ગયા  હતા માત્ર ગુજરાત જ નહી દેશવાસીઓનાં હૈયા હચમચાવી દેનારા  આ ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થતા અગ્નિકાંડમાં હોમાયેલા હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પવા તથા પીડિત  પરિવારોના  આસુઓને લુછવા આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અડધો દિવસ માટે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેને સ્વયંભૂ જબ્બર પ્રતિસાદ  મળ્યો હતો. શહેરની મોટાભાગની  બજારોએ અડધો  દિવસ  બંધ પાળી અગ્નિકાંડના પીડિતોને  શ્રધ્ધાંજલી આપી હતી કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા રાજકોટ બંધના એલાનને નિષ્ફળ બનાવવા પોલીસે ખૂબજ હવાતીયા માર્યા હતા.  સવારના સમયે ચાલી રહેલી શાળા-કોલેજોને એનએસયુઆઈનાં હોદેદારો તથા  આગેવાનોએ બંધ કરાવી હતી.

રાજકોટમાં ગત 25મી મેના રોજ સમી સાંજે  ટીઆરપી ગેમ ઝોનમાં ભયાનક આગ ભભૂકી  ઉઠી હતી. જેમાં  27 લોકો મોતની શૈયા પર પોઢી ગયા હતા જેમાં મોટાભાગના બાળકો હતા આ ઘટના બાદ રાજય સરકાર દ્વારા સીટની  રચના કરવામાં આવી છે. એક આઈએએસ અનેચાર આઈપીએસની બદલી કરી નાખવામાં આવી છે. કોર્પોરેશન સહિત અલગ અલગ સરકારી વિભાગના 15 અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

માત્ર રાજકોટ કે ગુજરાત  નહી સમગ્ર દેશવાસીઓને ચૌધાર આસુએ  રડાવનારી આ ઘટનાને  આજે એક મહિનો પૂર્ણ થતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અગ્નિકાંડના હતભાગીઓને  શ્રધ્ધાંજલી અર્પવા તથા પીડિત  પરિવારોના   આસુ લુછવા માટે અડધો દિવસ  માટે રાજકોટ બંધનું એલાન  આપવામાં આવ્યું હતુ જેને શહેરીજનોએ સ્વયંભૂ  સારો પ્રતિસાદ આપ્યો છે. આજે   સવારના   સમયે શહેરની  મોટાભાગની  બજારો સજજડ બંધ રહી હતી.

આજે  શહેરમાં  મોટાભાગની  શાળાઓએ સવારની શિફટમાં રજા જાહેર કરી  દીધી હતી દરમિયાન  બંધનું એલાન હોવા છતાં  જે શાળાઓમાં શૈક્ષણીક  કાર્ય ચાલુ હતુ ત્યાં  એનએસયુઆઈના  હોદેદારો અને આગેવાનો ત્રાટકયા હતા. અને શાળાઓ બંધ કરાવી હતી. કોંગ્રેસ  દ્વારા અપાયેલા અડધો દિવસના બંધનાં એલાનને રાજકોટની અલગ અલગ બજારનાં  વેપારી એસોસીએશન દ્વારા ગઈકાલે જ  ટેકો જાહેર કરી  દેવામાં આવ્યો હતો. આજે સવારથી બંધને સ્વયંભૂ  સજજડ સારો પ્રતિસાદ  સાંપડયો હતો.

ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, જંકશન પ્લોટ, ગાયકવાડી, યાજ્ઞિક રોડ, મવડી વિસ્તાર, કોઠારિયા રોડ,   દાણાપીઠ,  મોચીબજાર, રૈયારોડ, સાધુ વાસવાણી રોડ, કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં મુખ્ય બજારો બંધ રહી હતી વેપારીઓને પરાણે દુકાનો બંધ કરવાની ફરજ પાહવામાં ન  આવે તે માટે પોલીસ  દ્વારા ચૂસ્ત  બંદોબસ્ત ગોઠવી   દેવામાં આવ્યો હતો.

શાળાઓ સહિત અનેક સ્થળોએ હથીયારધારી પોલીસ પણ  ગોઠવી દેવામાં આવી હતી. બંધ એકંદરે શાંતીપૂર્ણ રહ્યું હતુ રાજકોટ બંધના એલાન દરમિયાન  કોઈ બિમાર વ્યકિત કે  દર્દીએ હેરાનગતિ વેઠવી ન પડે તે માટે કોંગ્રેસના આગેવાનો દ્વારા  ઓપીડી સેવા અને  ઈમરજન્સી  સેવા ચાલુ  રાખવાની પણ તબીબી આલમને અપીલ કરી હતી.  શહેરની  મુખ્ય બજારો સજજડ બંધ રહી હતી.

અગ્નિકાંડની ઘટના બાદ   છેલ્લા  એક મહિનાથી રડી રહેલી  રાજકોટની જનતાએ આજે અડધો દિવસ બંધ પાળી અગ્નિકાંડમાં મોતને ભેટેલા  હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પી હતી અને પીડિત પરિવારના આસુ લુંછયા હતા.

બંધના પગલે ઠેર-ઠેર હથિયારધારી પોલીસ જવાનો તૈનાત

આજે ટીઆરપી ગેમઝોનની ગોઝારી ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા અડધા દિવસના બંધનું આહવાન આપવામાં આવ્યું છે. ત્યારે આ બંધનું આહવાન સ્વૈચ્છિક હોવાથી વેપારીઓને બળજબરી પૂર્વક બંધ પાળવા ફરજ પાડનાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાના નિવેદન બાદ રાજકોટ શહેરની મોટાભાગની બજારો – શાળા – કોલેજ ખાતે હથિયારધારી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. સતત એસીપી – પીઆઈ જેવા ઉચ્ચ અધિકારીઓ પણ સતત ફિલ્ડમાં રહીને પેટ્રોલિંગ કરી રહ્યા છે. શહેરના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ, યુનિવર્સીટી રોડ સહિત અઢળક રાજમાર્ગો તેમજ શાળા-કોલેજ સહિતની સંસ્થાઓની બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, ગઈકાલે જ પોલીસે એક વેપારી સંગઠનના પ્રમુખને ફોન કરીને વેપારીઓનું લિસ્ટ મગાવ્યું હતું.

ભાજપ નહીં જાગે તો ગેમ ઝોનની આગ કમળને રાજયભરમાં દઝાડશે:  પરેશ ધાનાણી

કોંગી આગેવાન પરેશ ધાનાણીએ  જણાવ્યું હતુ કે, રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડના પીડીતોને  ન્યાય મળે તે માટે  આજે રાજકોટ બંધનું એલાનને  રાજકોટના લોકોએ ખૂબજ સહકાર આપ્યો છે. આજે સ્વૈચ્છીક સંસ્થાઓ, વિવિધ  એશોસીએશન દ્વારા   સ્વયંભૂ  બંધ પાડવામાં આવ્યું છે.   લોકો જાગૃત  થયાં છે હવે તંત્ર સફાળુ જાગે અને પીડીતોને ન્યાય મળે તે માટે અમારા પૂરતા પ્રયાસો રહેશે. ભાજપની નીતિ-રીતિમાં જ ખોટ છે.  રાજકોટના લોકોએ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને  અગ્નીકાંડના પીડીતોને  શ્રધ્ધાંજલી  આપી છે. ભાજપને રાજકોટના લોકોએ લાલ આંખ બતાવી છે. જો ભાજપ નહીં જાગે તો  ગેમઝોનની  આગ ભાજપને આખા રાજયમાં  દઝાડશે એસઆઈટીએ ભાજપને  બચાવવાની  સમિતિ છે. ભૂતકાળમાં જે એસઆઈટીની રચના થઈ હતી તેમાં કોઈ પરિણામ આવ્યું નથી. પીડીતોને  ન્યાય ન મળે ત્યાં સુધી અમારા દ્વારા વિરોધ કરવામાં આવશે. તંત્ર પાસે જવાબ માંગવામાં આવશે.

સરકાર પીડિત પરિવારની માંગણીઓનો સ્વિકાર કરે: શક્તિસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ  શકિતસિંહ  ગોહિલએ  જણાવ્યું હતુ કે આજે ટીઆરપી  ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રધ્ધાંજલી આપવા માટે રાજકોટ સ્વયંભૂ બંધ રહ્યું છે. સ્વૈચ્છીક  સંસ્થાઓ, વેપારીઓ દ્વારા હતભાગીઓને શ્રધ્ધાંજલી આપવા બંધ રહ્યું છે. અમે આજે કોઈતોડફોડ કે આગ ચંપી નહી કરીએ જીવની કિંમત કોઈ રૂપીયા આપીને  પણ તે ખોટ પુરી શકાય નહી પરંતુ તે દિવસે ઘટના બની ત્યારે  90 રૂપીયાની સ્કીમ હતી ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ગેઈમ રમવા ગયો હતો તે માંગ કરે કે ન કરે પરંતુ સરકારની  જવાબદારી છે અને અમારી લાગણી અને માંગણી છે કે તેઓને સહાયતા રૂપે વ્યાજબી  વળતર આપે. આ પહેલી ઘટના નથી અગાઉ પણ  અનેક ઘટના બની છે. પરંતુ નકકર  પગલા  લેવાતા નથી. સરકાર કયારેય  નિર્દય કે નિષ્ઠુર ન હોય શકે   અમારી સરકાર મે જોઈ છે એક રેલવેનું એકસીડન્ટ થાય

તો રેલવે મીનસિટર રાજીનામું અપે હું પોતે પણ મંત્રી રહેલો છું આંદોલન થાય અને અમે આંદોલન કારી સાથે  વાટાવાટો કરતા શું તકલીફ છે તેને બેસીને વચલો રસ્તો કાઢીએ તમારી વાત અમે  સ્વીકારીએ પરંતુ એક પણ ફોન સરકાર તરફથી મારા ઉપર કે કોંગ્રેસ પાર્ટીના એક પણ કાર્યકર પર નથી આવ્યો કે  પીડીત પરિવાર પર નથી આવ્યો કે તમારી શું  માંગણી છે. શું તેમની ફરજ નથી આ કેટલી નિર્દયતા છે.

આ પહેલી ઘટના નથી પાલનપૂરમાં નવો બનેલો બ્રીજ તૂટી પડયો હતો. તક્ષશીલા કાંડ મોરબી ઝુલતા પુલ સહિતની અનેક ઘટના બની છે. આવા સમયે જો માનવતા ન   દાખવી સરકારની ફરજ છે. મોટામાથાને  પકડી ઘર ભેગા કરવા અમને ન મળે તો કાંઈ નહી પરંતુ  પીડીત પરિવારને મળીને તેમની  માંગણી  સ્વીકારવા વિનંતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.