અવકાશમાં તરતા ખડકો ઉપર ખનન કરી કિંમતી ધાતુઓ પૃથ્વી પર લાવવા માટે કવાયત
સમુદ્રમાં ધરબાયેલા તેમજ ઉજ્જડ વિસ્તારોમાં સંતાડાયેલા ખજાનાઓ શોધવા દસકાઓ પહેલા સાહસીકો રખડતા-ભટકતા રહેતા. ત્યારબાદ આ કામ સત્તાવાર રીતે પુરાતત્ત્વવિદોએ શરૂ કર્યું તેમણે પણ મસમોટા ખજાનાઓ શોધયા. પૃથ્વીના દુર્ગમ વિસ્તારોમાં ફર્યા અને સોના જાહેરાત સહિતની કિંમતી ધાતુઓ તેમજ અમુલ્ય કળા શોધી કઢાઈ. હવે આધુનિક સમયમાં આ કામગીરી નાસાએ ઉપાડી હોય તેવું જણાય આવે છે. નાસા ૨૦ લાખ કિ.મી. દૂર સુધી વિવિધ ગ્રહોના પેટાળમાંથી સોના કરતા પણ અમુલ્ય ધાતુઓ કાઢવા કવાયત કરી રહી છે.
નાસા દર વર્ષે કરોડો ડોલરનો ખર્ચો અવકાશીય સંશોધનો માટે કરે છે. જેનો લાંબાગાળાનો ફાયદો શું તેવો વિચાર લોકોને તો હોય છે. દર વર્ષે મિશન પાછલ સમય અને સંપતિ વેડફનાર નાસાની સંપતિ માટેની લાલશા સામે આવી ગઈ છે. નાસાએ વર્ષ ૨૦૧૬માં ફલોરીડા ખાતેના કેપ કેનાવેરલ લોન્ચપેડી ઓસીરીસ-રેકસ નામનું યાન છોડયું હતું. જે અત્યાર સુધીમાં ૧૩ કરોડ કિ.મી.નો પ્રવાસ ખેડી ચૂકયું છે અને પૃથ્વી જેવા એક ગ્રહની નજીક પહોંચી ગયું છે. જયાંથી તેણે તે ગ્રહની તસ્વીરો ખેંચી છે. આ યાન ચાલુ વર્ષે ડિસેમ્બરમાં પૃથ્વી પર પરત ફરવાનું છે. ત્યાં સુધી અવકાશમાં રહી તે વિવિધ ગ્રહોનું પૃથુકરણ કરશે.
ત્યારબાદ ૨૦૨૦ની જુલાઈ માસમાં ઓસીરીસ-રેકસ તે ગ્રહની સપાટી ઉપર ઉતરશે અને જમીનના સેમ્પલ એકઠા કરશે. છેલ્લા ચાર વર્ષ જેટલા કાર્યકાળમાં આ યાને ત્રણ સ્થેળે સેમ્પલ એકઠા કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. કેટલાક નિષ્ણાંતો આ ગ્રહ નહીં પરંતુ કિંમતી ધાતુનો જથ્થો હોવાનું કહી રહ્યાં છે જે દર છ વર્ષે પૃથ્વીથી નજીક આવી રહ્યો છે. નાસાના વૈજ્ઞાનીકો આ મહાકાય પથ્ર ઉપર યાન મોકલી ત્યાંથી કિંમતી ધાતુઓ ખોતરી કાઢવાની પેરવી કરી રહ્યાં છે. વર્ષો પહેલા હોલીવુડમાં આ પ્રકારે મહાકાય પથ્ર જેવા પર્દાને ત્યાં જઈ તોડી પાડવાના વિષય પર ફિલ્મ બન્યું હતું જેનું નામ આર્મગેડોન રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મની જેમ જ નાસાના વૈજ્ઞાનિકો તે પર્દા ઉપર ઉતરશે.
વિગતોનુસાર આ પર્દા ઉપર બહોળા પ્રમાણમાં આયરન તેમજ નિકલ સહિતની ધાતુઓ છે. અહીં સૌથી ચિંતાજનક વાત એ છે કે, આ પર્દા પૃથ્વીથી ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને ભવિષ્યમાં પૃથ્વી સો અડાઈ બહોળી જાનહાની કરે તેવી શકયતા છે.
આ ઉપરાંત કેટલાક નિષ્ણાંતો માને છે કે, ભવિષ્યમાં આ પ્રકારના પર્દા પરી રોકેટ માટે ઈંધણ મેળવી શકાશે. જેનાી અવકાશયાત્રીઓ લાંબા સમય માટે સંશોધનો કરી શકશે. અહીં ઉલ્લેખનીય છે કે, આપણી સૂર્ય માળામાં આ પ્રકારના હજ્જારો પર્દાો તરી રહ્યાં છે. જેમાં ખૂબજ કિંમતી કહી શકાય તેવા ધાતુઓ સમાયેલા છે. અવકાશયાત્રીઓ આવા પર્દાો પર ઉતરી અંદરી કિંમતી વસ્તુઓ ખોતરી કાઢી તેને પૃથ્વી પર લાવી શકે છે.
અવકાશમાં તરતા પદાર્થોમાંથી એક પર્દા ૧૫ કવીન્ટીલીયમ ડોલરનો છે. જે અત્યાર સુધીનો સૌથી મોંઘો પર્દા છે. આ પ્રકારના પર્દા પર ખનન કરી મેળવવામાં આવતા ધાતુઓ ઘરેલું ઉત્પાદન કરતા ખૂબજ વધુ રહેશે. હાલ તો આ મુદ્દે સંશોધકો નવા નવા પ્રયોગો કરી રહ્યાં છે.
પૃથ્વીથી ૨૦ લાખ કિલોમીટર દૂર નાસાના ઓસીરીસ-રેકસ યાનના માધ્યમી અધ્યયન કાર્યનો પ્રારંભ
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,