જાણીતા ખગોળ શાસ્ત્રી જે.જે.રાવલે જૈન ભુવનની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
તેઓ કોઇપણ જાતના માન-મોભાને પોતાનાં લક્ષ્ણે લીધા વગર સમાજના જરુરીયાત મંદનું ભોજનાલય જાતે નિહાળવા આવી પહોચ્યા, રમેશભાઇ શાહ-પ્રમુખ તેમજ શશીકાંતભાઇ વોરા-સેક્રેટરીએ આવકારી બહુમાન કર્યુ સંસ્થા વિશેનો તેઓને ટુંકો પરિચય અને ઇતિહાસ આપ્યો હતો. આ તકે જે.જે.રાવલે જણાવ્યું કે આજે આવું સુંદર, સુઘડ ભોજનાલય સૌ સાથે જમવાની વ્યવસ્થા જોઇ હું મારા મનની લાગણીને કાબુ રાખ્યા વિના સાથે જમવાની લાગણી પ્રદશીત કરી જઇ રહ્યો છે. અહીં સ્વચ્છતા આંખે ઉડીને વળગે તેવી જણાય છે. ભોજનકક્ષની વ્યવસ્થા ખુબ જ પ્રસશનીય છે. રસોઇકક્ષ તેમજ કોઠારની વ્યવસ્થા ખુબજ પ્રભાવીત કરે છે. સેક્રેટરી શશીકાંતભાઇ વોરાએ જણાવેલ કે ૬૦ ટીફીન સાથેની રર૦ વ્યકિતઓ લાભ લઇ રહ્યા છે. આવું સુંદર ભોજનાલય માત્ર દાતાની લાગણીથી ચાલી રહ્યું છે.