વૈજ્ઞાનિક સંશાધનો માટે અવકાશયાત્રીઓએ હવે પૃથ્વી ઉપર આવવુ પડશે નથી
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન અંતરીક્ષમાં જતા અવકાશયાત્રીઓ માટે ડેટા વિશ્ર્લેષણના હેતુસર સુપર કમ્પ્યુટરના કલાઉડનું નિર્માણ કર્યું છે જે અંતરીક્ષની ઘુરી ઉપર પણ ડેટા એનેલાયસીસ કરવામાં મદદ‚પ થશે.
ઓગસ્ટ-૨૦૧૭માં સ્પેસ એકસ કાર્ગો કેપ્સયુલ દ્વાર સ્પેસબોર્ન કમ્પ્યુટર નામનું સાધન અંતરીક્ષમાં છોડવામાં આવ્યું હતું. જયારે કોઈ અવકાશયાત્રી અંતરીક્ષમાં જાય છે ત્યારે તેના દ્વારા કરાયેલા વૈજ્ઞાનિક સંશોધનોના પરીક્ષણ માટે પહેલા પૃથ્વી ઉપર આવવુ પડતું હતું ત્યારે હવે અવકાશયાત્રીઓ અંતરીક્ષમાં જ મહત્વના ડેટાને કલાઉડના માધ્યમથી સ્ટોર તેમજ ટ્રાન્સફર કરી શકશે.
એક વર્ષથી વધુ સમયથી આ કલાઉડ ઉપર પરીક્ષણો ચાલી રહ્યા હતા ત્યારે સૌપ્રથમ વખત આ કલાઉડ અંતરીક્ષમાં આવવા માટે તૈયાર થઈ ચુકયું છે અને તમામ પરીક્ષણોમાંથી કલાઉડ પસાર થઈ ચુકયું છે. સુપર કમ્પ્યુટર, કમ્પ્યુટરોનું સમુહ છે જે એક સાથે કામ કરે છે. આ કલાઉડ ટેબલેટ અથવા આઈફોનની સરખામણીએ ૧૦૦ ગણુ વધુ ઝડપી છે. નાસા આ સુપર કમ્પ્યુટરની ખરીદી કરવા માટે નાસા વિચારણા કરી રહ્યું છે. નાસાએ કહ્યું કે, વાતાવરણ, હવાનું દબાણ, રેડિએશન, માઈક્રોગેવિટી જેવા તમામ પડકારોમાંથી કલાઉડ પસાર થઈ ચુકયું છે.
પૃથ્વી ઉપર સૌપ્રથમ વખત અવકાશયાત્રીઓ અંતરીક્ષમાં જ પોતાના વૈજ્ઞાનિક સંશોધનાત્મક ડેટાઓનું અવકાશમાં જ વિશ્ર્લેષણ કરી શકશે.