રોલ્સ રોયલ પણ ફલાઈંગ ટેકસી અને ઈ-વાહનોનું નિર્માણ કરશે
કાલ્પનીક બ્રીટીશ સ્પાયના પાત્ર જેમ્સ બોન્ડના લગ્ઝુરિયસ સ્પોર્ટસ કાર મેન્યુફેકચર એસ્ટ્રોન માર્ટીને ભવિષ્યના એરક્રાફટને દર્શાવતી ઉડતી સ્પોર્ટસ કાર બનાવી છે. હવાઈ પરિવહનની આધુનીકતા દર્શાવતા ફાર્નબોરોધના એરશોમાં માર્ટીને ત્રણ સીટની સુવિધા ધરાવતા હાયબ્રીડ ઈલેકટ્રીક વાહન સ્કાય સ્પોર્ટસ કારને ખુલ્લુ મૂકયું હતુ માર્ટીનનું કહેવું છે કે હવાઈ માર્ગને વધુ લગ્ઝુરિયસ બનાવવા ભવિષ્યમાં આપ્રકારની પર્સનલ અરે સ્પોર્ટસ કાર બનાવી શકાય.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આ કાર વોલાન્ટે વિઝનના કોન્સેપ્ટ પરથી તૈયાર કરવામાં આવી છે જે ૩૨૨ કિ.મી. પ્રતી કલાકની સ્પીડ આપે છે. એટલે કે તમે ૩ કલાકનો રસ્તો ૩૦ મીનીટમાં કાપી શકશો. અવિએશન અને ટેકનોલોજી લિડરો હાલ ફલાઈંગ ટેકસી બનાવી રહ્યા છે. તો ભવિષ્યમાં એરબસ અને ઉબરની પણ સુવિધા મળી શકે છે. એસ્ટ્રોન માર્ટીનનો વિશ્વાસ છે કે ભાવિ માર્કેટમાં આ લકઝરી વાહનો જ ધુમ મચાવશે આ સ્કાય માટેની સ્પોર્ટસ કાર છે. જોકે તેનીકિંમત સાત આંકડામાં જ રહેશે. આ સ્કાય સ્પોર્ટસ કાર ફાઈટર જેટ પ્લેનનો અનુભવ અપાવશે.
કાન્ફીલ્ડ એરોસ્પેસ કંપની અને બ્રિટીશ જેટ એન્જીન મેકર રોલ્સ રોયસે હવાઈ કોન્સેપ્ટ પર આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના સહારે આધુનીક વાહનો બનાવવા અંગેના કરારો કર્યા છે. ફાર્નબોરોધમાં યોજાયેલી એરશોમાં રોલ્સ રોયસે પણ પોતાની ફલાઈંગ ટેકસી અને થઈ વ્હીકલને ડિસપ્લે કર્યા હતા. અને આ પ્રદર્શનમાં લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.