શાળા-કોલેજોના હજારો વિદ્યાર્થીઓએ સાયન્સ ફેરની મુલાકાત લીધી
શહેરની આત્મીય યુનિ. ખાતે આત્મીય યુનિ. અને સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સતત બીજી વખત સાયન્સ એન્જીનીયરીંગ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬૦ જેટલા પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ફેરને નિહાળવા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉમટી પડયા હતા.
ડેપ્યુટી રજિસ્ટ્રાર આશીષ કોઠારીએ જણાવ્યું કે, આત્મીય યુનિ. અને સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા બેંગ્લોરના સંયુકત ઉપક્રમે લેવલ ટુ ઈન્ડિયન સાયન્સ એન્ડ એન્જીનીરીંગનું આયોજન કર્યું હતું. જેમાં સાયન્સ, એન્જીનીયરીંગ, ડિપ્લોમાં એન્જીનીયરીંગ, ફાર્મસીના થઈ ટોટલ ૧૬૦ પ્રોજેકટનું પ્રદર્શન અને સ્પર્ધા રાખવામાં આવી હતી. અંતમાં જે વિદ્યાર્થીનો ઈનોવેટિવ આઈડિયા હશે તેમને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે.
રાજકોટની ઘણી બધી સ્કૂલને આમંત્રર આપવામાં આવ્યું હતું તો શાળાઓના આરે ૫૦૦૦ વિદ્યાર્થીઓએ આ ફેરની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓ જે પ્રોજેકટ રજૂ કર્યા તેમનો હેતુ એવો છે કે સમાજના દરેક વર્ગના લોકોને સરળતાપૂર્વક ફેસેલીટી મળી રહે તે છે. હજુ આગામી ત્રીજા વર્ષે પણ આવું જ આયોજન થાય તેવી ઈચ્છા ત્યાગવલ્લભસ્વામીએ દર્શાવી હતી અને આગામી ફેરમાં ૪૦૦ જેટલા પ્રોજેકટ રજુ થાય તેવી આશા વ્યકત કરી.
મિકેનીકલ સ્ટુડન્ટ ધ્રુવીલ મકવાણાએ જણાવ્યું કે, સામાન્ય રીતે પાર્ટી પ્લોટસ જેવા વિસ્તારોમાં ઈલેકટ્રી સિટીનાં ઉપયોગથી ઘાસ કટ કરવામાં આવે છે પરંતુ તેઓએ એવી સાયકલ બનાવી છે જેથી ઈલેકટ્રીસિટી વગર ઘાસ કાપી શકાય. આ પ્રોજેકટ માટે તેઓએ ૨૦ દિવસ લાગ્યા હતા. ખાસ તો આગામી દિવસોમાં લોકોને આ પ્રોજેકટનો લાભ મળે તે માટે એગ્રીકલ્ચર કંપની સાથે ટાઈપઅપ કરી પ્રોજેકટ આગળ ધપાવવા માટેની ઈચ્છા વ્યકત કરી.
સિવિલ ડિપાર્ટમેન્ટનાં ઋષિ દશેડિયાએ જણાવ્યું કે, આપણો દેશ કૃષિ પ્રધાન છે. ખેડૂતો હાલાકી ભોગવી રહ્યાં છે. તેને બુસ્ટઅપ માટે તેઓએ પ્લાન્ટ ઉભો કર્યો હતો. જેમાં પાર્મરોજા નામનું ઘાસ લેવામાં આવ્યું છે. આ ઘાસમાં દૂર સુગંધ આવતી હોવાથી પશુઓ આ ઘાસ ખાતા નથી આ ઘાસને ગરમી આપી તેમાય તેલ કાઢવામાં આવે છે જેનો ઉપયોગ સાંધાના દુ:ખાવામાં મસાજ માટે સુગંધી વસ્તુ જેવી કે અગરબત્તી, સ્પ્રે બનાવવામાં થાય છે.
ઉપરાંત અંતમાં જે પાણી નીકળે છે તે દાદર જેવી ચામડીની બિમારી અને કપાસ અહિતમાં પાકમાં બેસતી ઈયળ છે પણ દૂર કરે છે દરેક ખેડૂતે આ પ્લાન્ટ બનાવ્યો જ જોઈએ. આ ઘાસનું એક કરવા વાવેતર થઈ જાય પછી પાંચ વર્ષ સુધી તેને વાઢવાથી ઘાસ ફરી ઉગે છે.
કમ્પ્યુટર એન્જીનીયરીંગમાં વિદ્યાર્થીની જીમી પુજારાએ જણાવ્યું કે, તેઓએ દવાઓ રાખવા માટેનું એક ડિજીટલ બોકસ બનાવ્યું હતું. ખાસ તો તેઓને આ પ્રોજેકટ માટેની પ્રેરણા તેમના દાદી પાસેથી મળી. તેમના દાદી દવા લેવાનું રોજે ખુલી જતા પરંતુ તેવોના છ માસનાં રિસર્ચ બાદ તેઓ આ બોકસ બનાવી શકયા છે. એક વખત ટાઈમર સેટ કર્યા બાદ તે વીક માટેનું કામ કરે છે અને બઝ દ્વારા રીમાઈન્ડ પણ કરે છે.