વિજ્ઞાન જાથાએ જયોતિ વિદ્યાની ૩૦ વર્ષની કપટલીલા કાયમી બંધ કરાવી
પોરબંદર જીલ્લાના રાણાવાવમાં છેલ્લા બે માસથી ભાડાના મકાનમાં દેવી-દેવતા, ઇશ્વર- અલ્લાહના ફોટો મુકી દેવસ્થાનની આડમાં દુ:ખી લોકો સાથે છેતરપીંડી આચરતો દિલીપ તેજમલ જોષીના કરતૂતોનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે રાણાવાવ પોલીસ સ્ટેશનથી મદદથી ૧૧૭૬ મો સફળ પર્દાફાશ કર્યો હતો. જયોતિષીએ ૩૦ વર્ષની જયોતિષની કપટલીલાની કબુલાત આપી કાયમી બંધની જાહેરાત કરી દીધી હતી. સમગ્ર ગામમાં જયોતિષીના પર્દાફાશની ખબર પડતા પોલીસ સ્ટેશનમાં ટોળે ટોળા ઉમટી પડયા હતા. જાથાની કામગીરી ની પ્રશસા કરતા નજરે પડયા હતા.
રાણાવાવમાં દાસારામ એપાર્ટમેન્ટ રુમ નં. ર૦૩ ના ભાડાના મકાનમાં દેવી-દેવતા, ઇશ્વર- અલ્લાહના ફોટા મુકી કામ ચલાઉ દેવસ્થાન ઉભું કરી રાજસ્થાની જયોતિષી દીલીપ જોશી અને બે સાગ્રીતોએ પોરબંદર જીલ્લામાં ભ્રામક પત્રિકાનું વિતરણ કરી સરકાર દ્વારા માન્ય સર્ટીફીકેટ ધરાવતાં જયોતિષી શત્રુ નાશ, વિદેશભ્રમણ ઘરકંકાસ, વગેરે હજુરી ક્રિયાથી કામ કરી આપવામાં આવશે. મુલાકાતની પ્રથમ ફી ફકત એકસો રૂપિયા છે. તેવી જાહેરાતના પગલે દુ:ખી લોકો પોતાની સમસ્યાઓ લઇને દુ:ખ દર્દ મટાડવા ધસારો થયો હતો. નિવારણ માટે રૂ ૫૦૦ થી ૩૧૦૦૦ હજાર ની ફી વસુલતો હતો. લોકોમાં ભ્રમિત આશા ઉભી કરતો હતો.
જાથાના કાર્યાલયે પરપ્રાંતિય જયોતિષીથી છેતરાયેલા લોકોએ નિવારણની ઊંચી ફી આપવા છતાં સારુ થયું હતું. મહીલાઓએ શારીરીક શોષણ સંબંધી કેફીયત આપી જયોતિષીથી વધુ લોકો છેતરાય નહી તે સંબંધી વાત મુકી હતી.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઝાલાને જયોતિષીના પર્દાફાશની વાત કરી ભવિષ્યમાં ગુન્હો બનતો અટકે તેમ હોય પોલીસ સ્ટાફનીસ મદદ માંગણી કરી હતી. રાણાવાવના પીએસઆઇ જાથાની કાર્યવાહી સમયે એએસઆઇ ચાવડા, પો.કોન્સ્ટે. નાગજીભાઇ, માલદેવભાઇ ગોગનભાઇ, વિજયભાઇ ખીમરણ પોલીસ સ્ટાફ ફાળવતા જાથાની ટીમ સાથે જયોતિષી દીલીપ જોશીના ભાડાના મકાનમાં પહોંચી ગયેલ.
પરપ્રાંતીય જયોતિષી દિલીપભાઇને ત્યાં એક દંપતિને નિવારણ વિધિ કરાવતા હતા. દુનિયા આખાનું જયોતિષ ભાંખનારા જયોતિષીને પોતાના ફળકથનની ખબર ન હોય જાથાના જયંત પંડયાએ પરિચય આપી લોકો સાથે નિવારણના નામે રૂપિયા પડાવો છો તે બંધ કરાવવા આવ્યા છીએ. આ દંપતિ પાસે કઇ વિધી ચાલે છે. કુંડાળામાં પગ મુકાયો છે. તેનું નિવારણ કરું છું તેની પાસેથી સાત હજાર લીધાની કબુલાત આપી. જાથાની જયોતિષીને શારીરિક શોષણ અડણલા સંબંધી વાત કરી તેમાં સત્ય શું છે તેવું પુછતા હતા તે દરમ્યાન વિધિમાં બેઠેલું દંપતિને લાફાવાળી શરુ કરી દીધી. પોલીસે કાયદો હાથમાં ન લેવા કડક નિર્દેશ આપતા મામલો થાળે પડયો હતો.
રાજયમાં પોતાના ગામમાં દોરા-ધાગા, જયોતિષ વિઘા, મંત્ર-તંત્ર ચમત્કારી શકિત, ઇલમ અને અસાઘ્યા રોગય મટાડવાનો ચમત્કારીક દાવો કરનાર અને ધતિંગબાજોની માહીતી મો. નં. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર માહીતી આપવા જાથાએ જણાવ્યું છે.