વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વહેલી સવારથી જ મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં વહેલી સવારે 4 વાગ્યાથી જ મેઘરાજાએ સટાસટી બોલાવી છે
ખાંભામાં 2 ઇંચ તો ધારીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે અને હજુ ધીમી ધારે વરસાદ શરૂ છે. રાજુલા, જાફરાબાદ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
રાજુલા તાલુકાના ડુંગર, માંડણ, મોરંગી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. રાજુલા કોસ્ટલ બેલ્ટ પર વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગીરમાં આવેલા માધવરાય મંદિરમાં 4થી 5 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે.
રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. શહેરના કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, ગ્રીનલેન્ડ ચોકડ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં 4 મીમી વરસાદ નોંધાયો છે.
ઉના અને દીવને પાણી પૂરુ પાડતો રાવલ ડેમ 80 ટકા ભરાતા 10 ગામોને એલર્ટ કરાયા,ભાવનગરમાં સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર અને હળવા ઝાપટા વરસી રહ્યા છે. જિલ્લાના મહુવા, તળાજા, અલંગ, ઘોઘા સહિતના તાલુકા મથકોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ