પાનની દુકાનો નિયમોને આધીન શરૂ કરવા હોદેદારોનો અનુરોધ
રાજયભરમાં છૂટછાટ સાથે આજથી પાનની દુકાનો પણ શરૂ થવા પામી છે.ત્યારે તમામ પાનના દુકાનધારકોને નિયમોનું ચુસ્ત પાલન કરવા અને બેથી વધુ વ્યકિતને ભેગી ન કરવા પર પાન એસોસીએશનના હોદેદારો ‘અબતક’ના માધ્યમથી જણાવ્યું છે. જેમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ખાસ ધ્યાન રાખવું દુકાન પર ૨ થી ૪ માણસથી વધારે ભેગા થવા ન જોઈએ કોઈને પણ પાન માવા દુકાન પર ખાવા આપવા નહી જેથી ગંદકી ન થાય અને સ્વચ્છતા જળવાઈ રહે, કોઈપણ વ્યકિત જાહેરમાં કયાંય પણ થુકે નહી તેની કાળજી રાખવી અને ગ્રાહકોને ખાસ સુચના આપવી સેનેટાઈઝરની બોટલ રાખવી ગ્રાહકોને હાથ ધોવા માટે સાબુઅને પાણીની શકય હોયતો વ્યવસ્થા કરવી તેમજ શકય હોયતો કેશ લેશ વ્યવહાર કરવા હોદેદારોએ જણાવ્યું છે. આ માટે પિયુષભાઈ સીતાપરા પ્રમુખ, જયસુખભાઈ મારવીયા ઉપપ્રમુખ, વિનુભાઈ વઘાસીયા, સુનિલભાઈ ચૌહાણ, મનિષભાઈ અકબરી, ગોવિંદભાઈ આહિર, પિયુષભાઈ મકવાણા તથા અભિભાઈ મકવાણાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.