૩૦ વર્ષની સુદીર્ધ સેવા આપ્યા બાદ વયનિવૃત થયા
માહિતી ખાતાની ૩૦ વર્ષની લાંબી કારકિર્દી બાદ જિલ્લા માહિતી કચેરી, જામનગરના સહાયક અધિક્ષક જે.ટી.જાડેજા વયનિવૃત્ત થતા માહિતી પરિવાર દ્વારા તેઓને ભાવભર્યું નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ તકે નાયબ માહિતી નિયામક રાજુભાઇ જાનીએ સેવા નિવૃત્ત થતા જે.ટી.જાડેજાને શુભેચ્છા આપતા કહ્યું કે, સરકારી સેવામાં નિમણૂંક અને વિદાય નિશ્ચિત છે. પરંતુ તેમના કાર્યકાળમાં એક પારિવારિક વાતાવરણમાં કામગીરી કરાઇ છે અને જાડેજા પરિવારના મિત્રોથી દૂર નથી જતા માત્ર સરકારી સેવામાંથી દૂર થાય છે. જાડેજાની કાર્યદક્ષતામાંથી સૌ મિત્રોએ પ્રેરણા લેવી જોઈએ અને જાડેજાનું નિવૃત્તિમય જીવન સુખમય નીવડે અને પરિવાર સાથે તંદુરસ્ત જીવનગાળે તેવી શુભેચ્છા આપી હતી.
વયનિવૃત થતા જે.ટી.જાડેજાએ પ્રતિભાવ આપતા કહ્યું કે, માહિતી પરિવારના મિત્રોએ મને અઢળક પ્રેમ આપ્યો છે. સરકારી નિયમોનુસાર નિવૃતિએ સેવાનો જ એક ભાગ છે, આ સંજોગોમાં હું આ વિભાગમાંથી ભલે નિવૃત થઇ રહ્યો હોઉ પણ તમારા સૌના હદયમાં કાયમી પ્રવૃતિશીલ જ છું મારા લાયક કોઇ પણ કામ પડે ત્યારે યાદ કરી અને માહિતી વિભાગે જે મને આપ્યું છે તે બદલ તેનો ઋણ ચુકવવાનો મોકો આપવા વિનંતી કરી હતી.
આ વેળાએ સેવા નિવૃત્ત થતા જે.ટી.જાડેજાનું શાલ ઓઢાડી, ફળ અને પુષ્પગુચ્છ આપી માહિતી વિભાગની તેમની અપ્રતિમ સેવા બદલ માહિતી પરિવારના સર્વે સભ્યોએ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી જામનગરના પરિવારજન સર્વે મતી ઉષાબેન કોટક, વાય.આર.વ્યાસ, એચ.પી.નાકરાણી, જી.એ.જાડેજા, મતિ દિવ્યાબેન ત્રિવેદી, સંદિપ જોષી, કે.કે.ચૌહાણ, એ.ડી.રાઠોડ, કિશોર સોલંકી, અમિત ચંદ્વાવાડીયા, જયમેશ ગોપીયાણી, નિકુંજ જોષી ઉપસ્થિત રહ્યા હતા.