પીધેલા અધિકારીએ કારમાંથી કોન્સ્ટેબલનો કાઠલો પકડી ધમકાવવાનો પ્રયાસ કર્યો

પત્ની અને ડ્રાઇવરની હાજરીમાં પોલીસ સાથે ગેરવર્તન કરનાર અધિકારી સામે પગલા લેવાશે

દારૂબંધી હોવા છતા રાજયમાં રોજે લાખો રૂપીયાનું દારૂ વેચાય છે. અને અવાર નવાર શરાબની બોટલો પકડાવાના અહેવાલો અખબારોમાં દેખાતા હોય છે. ત્યારે સામાન્ય માણસ જ નહી સરકારી બાબુઓ પણ દારૂ પીને દંગલ કરતા નજરે પડતા હોય છે. તાજેતરમાં જ નારોલ પોલીસે કેન્દ્ર સરકારના આસીસ્ટન્ટ જીએસટી અધિકારીને ડમડમ હાલતમાં ઝડપયો હતો. નારોલના શાસ્ત્રી બ્રીજ નજીક રાજેશ ડાહીયા રૂટીન વાહન ચેકીંગ દર્મ્યાન ડમ્મર હાલતમાં જોવા મળ્યા હતા. ઈન્સ્પેકટર આર.એ. જાદવે જણાવ્યું કે કારમાં ૫૦ વર્ષિય રાજેશ દાહીયા જીએસટી અધિકારી હોવાનું માલુમ પડયું હતુ જે વસ્ત્રાપુરનાં સુચી બિલ્ડીંગના રહેવાસી છે.

દાહીયાએ કારમાં બેઠેલા તેના ડ્રાઈવર અને પત્નિની સામે કોન્સ્ટેબલનો કોલર પકડયો હતો. કોન્સ્ટેબલ વેલજી ગોપાલે નાઈટ ડયુટીદરમ્યાન નારોલ સર્કલ પાસે તેની એસયુવી રોકી હતી. દાહીયાએ પોતાની ઓળખ આપી કોન્સ્ટેબલને ધમકાવ્યો હતો. જયારે પોલીસે દંગલ કી રહેલા જીએસટી અધિકારીની ધરપકડ કરી ત્યારે તેની પત્નિ ડાઝેર કલેમન્સ અને ડ્રાઈવર મુદસરે પોલીસને રોકવાના પ્રયત્નો કર્યા હતા.

સરકારી સેવકને ડયુટી દરમ્યાન ખલેલ કરવા તેમજ ગેરવર્તન કરવા મામલે નવા પ્રોહીબીશન એકટ અંતર્ગત દાહીયા, તેની પત્ની અને ડ્રાઈવર ત્રણેયને બાનમાં લેવાશે. પીધેલી હાલતમાં દંગલો કરનારામાં સામાન્ય વ્યકિત કરતા હોદેદારો વધુ અવ્વલ હોય છે. આમ ડમડમ હાલતમાં પોલીસ સાથે ગેરવર્તન કરી નોકરીની ધમકી આપનારા સતાધીશો સામે યોગ્ય કાર્યવાહી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.