બીસીજીના પૂર્વ અને હાલના ચેરમેન સહિત હોદેદારોએ આપ્યું અનુદાન: સિનિયર એડવોકેટોએ યોગદાન આપવા અપીલ
કોરોના વાયરસની મહામારીને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે. જેથી રાજયની તમામ અદાલતોમાં તા.૧૪ એપ્રિલ સુધી બંધ છે. ત્યારે ધારાશાસ્ત્રીઓને લાંબા સમયથી વ્યવસાયથી વંચીત રહેવાના કારણે તેમની આર્થિક સ્થિતિથી આજીવિકા પર અસર પડી શકે તેમ છે. આથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા જરુરીયાતમંદ એડવોકેટોને આર્થીક સહાયની જાહેરાત કરવામાં આવી છે. વકીલોની માતૃ સંસ્થા ગણાતી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા લોકડાઉનના પગલે લાંબો સમય સુધી અદાલતો બંધ રહેવાની હોવાથી વકીલોની આજીવિકા ઉપર અસર ન પડે તેવા ઉદેશથી જીલ્લા બાર એસો.
ને રૂ પ લાખ અને તાલુકા બાર એસો. ને રૂ ૧ લાખ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જરુરીયાત મંદ ધારાશાસ્ત્રીઓને રૂ પ હજાર સુધીની આર્થિક સહાય કરવામાં આવશે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા અર્થીક ફંડ ઉભુ કરવાનું નકકી કરવામાં આવ્યું છે જેમાં સીનીયર અને આર્થીક રીતે સક્ષમ ધારાશાસ્ત્રીઓએ અનુદાન આપવાની અપીલ કરવામાં આવી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવેલી.
અપીલને પગલે બીસીજીના પૂર્વ ચેરમેન જે.જે. પટેલે રૂ ૧ લાખ, વર્તમાન ચેરમેન સી.કે. પટેલ રૂ ૭૫ હજાર, વાઇસ ચેરમેન પ૦ હજાર, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન રપ હજાર અને પૂર્વ ચેરમેન દીપેન દવેએ રપ હજાર આપવાની જાહેરાત કરી છે. આજરોજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન સી.કે. પટેલ વાઇર ચેરમેન જે.બ.ગોલવાલા, કમીટીના ચેરમેન આર.એન. પટેલ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલ અને અનીલ કૈલાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
નિમણૂંક પામેલા વકીલોએ ૧ માસનો અને સરકારી વકીલોએ ૧ દિનો પગાર રાહત નિધિ ફંડમાં આપ્યો
કોરોનાની મહામારીથી દેશ ઉપર આવી પડેલી આપતિથી વડાપ્રધાન દ્વારા રાહત નિધિમાં આર્થિક સહયોગ આપવા કરવામા આવેલી અપીલને પગલે ઉદ્યોગપતિઓ, બિલ્ડર, શ્રેષ્ઠીઓ અને નોકરીયાવર્ગ દ્વારા ઉદાર હાથે સહયોગ સાપડી રહ્યો છે. ત્યારે રાજયનાં ૨૭ જિલ્લા સહિત અને તાલુકા મથકે બેસતી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના નિમણુંક પામેલા ૨૭૩ પબ્લીક પ્રોશ્યુકયુટરોએ ૧ મહિનાનો અને રાજયની ૫૫૦ જે.એમ.એફ.સી. કોર્ટના ૫૫૦ સરકારી એ.પી.પી.ઓએ ૧ દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપ્યો છે.