રાજ્યમાં મત્સ્યોધોગ ક્ષેત્રે ગીર-સોમનાથ જિલ્લાનું ઘણુ મોટુ પ્રદાન છે. જિલ્લાનાં ૧૧૦ કિ.મી.દરિયાઈ વિસ્તારમાં વેરાવળ, જાલેશ્ર્વર, હીરાકોટ, સુત્રાપાડા, ધામળેજ, મુળદ્રારકા, માઢવાડ, કોટડા, નવાબંદર, સીમર અને સૈયદ-રાજપરા સહિતના નાના-મધ્યમ ૧૧ જેટલા મત્સ્ય બંદરો આવેલા છે. જિલ્લામાં ફિશરીઝ વિભાગ દ્રારા વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન ૧૦ યોજનાના ૩૮૮૬ લાભાર્થીઓને રૂા.૫૬૨૯.૯૯ લાખની આર્થિક સહાય અર્પણ કરી માછીમારોને પગભર કરવામાં આવેલ છે.
ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન પાકિસ્તાન પકડાયેલ ૨૮૫૬ માછીમારોના કુટુંબને રૂા.૧૨૭.૭૦ લાખ, ઈલે.સાધનોના ૬૭ લાભાર્થીઓને રૂા.૧૦.૦૫ લાખ, પોર્ટબલ ટોયલેટના ૭૫ લાભાર્થીઓને રૂા.૭.૫૦ લાખ, પગડિયા સહાયના ૨૫ લાભાર્થીઓને રૂા.૧.૮૦ લાખ, રેફીઝરેટર વાનના એક લાભાર્થીને રૂા.૪.૩૬ લાખ, નવા એન્જીન ખરીદવા માટેના ૩૦ લાભાર્થીઓને રૂા.૫૯.૧૦ લાખ, ફીશ કલ્ચર કેજના ૨ લાભાર્થીઓને રૂા.૫૩.૯૭ લાખ, પ્રોન હેચરીની સ્થાપના માટેના એક લાભાર્થીને રૂા.૬૦ લાખ, ઓ.બી.એમ. માછીમાર બોટને કેરોસીન ખરીદી પર સહાયના ૧૨૫ લાભાર્થીઓને રૂા.૫.૨૭ લાખ અને ડિઝલ ઓઈલ વેટ પર રાહતા ૩૨૭૫ લાભાર્થીઓને રૂા.૫૩૦૦.૨૪ લાખની આર્થિક સહાય આપવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર-સોમનાથ જિલ્લામાં ૮૩૬૩ બોટો તથા હોડીઓ માછીમારીની પ્રવૃત્તિ કરે છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ગીર-સોમનાથ જિલ્લાનું૨૫૫૯૪૨ મે.ટન જેટલું મત્સ્ય ઉત્પાદન થયું હતું. ભીડીયા ખાતે ૩ માર્કેટ હોલ બનાવવામાં આવેલ છે. ફિંગર જેટીમાં પાકા સિમેન્ટના રોડ બનાવેલ છે. જેનો અંદાજીત ખર્ચે રૂા.૨૪ કરોડ છે. રાજ્યમાં સૌથી વધારે વેરાવળ ખાતે ૧૪૧૬૫ જેટલી હોડીઓ તથા બોટોનું કેન્દ્ર સરકારની ગાઈડ-લાઈન મુજબ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. જિલ્લામાં ૮૩૬૩ જેટલી બોટોમાં ખલાસી તરીકે ૫૮૧૭૮ જેટલા માછીમારો રોજગારી મેળવે છે. જી.આઈ.ડી.સી.માં ૭૫ પ્રોસેસીંગ પ્લાન્ટ, ૫૯ આઈસ ફેકટરી, ૫૩ જેટલા ફિશ મિલ પ્લાન્ટ આવેલ છે. જેમાં અંદાજીત ૧૩૧૯૨ જેટલા પુરુષો અને મહિલાઓ કામગીરી કરી રોજગારી મેળવે છે.