અટલ બિહારી વાજપાઈ ઓડિટોરીયમ ખાતે આયોજીત મેળામાં કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, મ્યુ. કમિશનર બંછાનિધી પાની ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ અને અરવિંદ રૈયાણીની હાજરીમાં લાભાર્થીઓને હાથોહાથ સહાય અર્પણ કરાઈ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ મેળાનું તા.૩,૪ અને ૮ જાન્યુઆરીના રોજ ૩૩ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના થકી ગરીબ લાભાર્થીઓને અનેક પ્રકારની સહાયતાઓ આપવામાં આવશે. ત્યારે આજરોજ રાજકોટના અટલ બિહારી વાજપેઈ ઓડિટોરીયમ ખાતે ગીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામા આવ્યું છે.

આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહી લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ તકે બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. મેળા દરમિયાન ૨૬૦૦થી વધુ લાભાર્થીઓને રૂ.૫૧૦ લાખથી વધારે રકમની હાથોહાથ સહાય અર્પણ કરવામાં આવી હતી.

કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતુ કે સમગ્ર રાજયમાં આજથી ૧૧માં તબકકાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો છે.

2020

વડાપ્રધાન નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૯-૧૦માં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજય સરકારનો મુખ્ય ઉદેશ એ છે કે સરકારની જે યોજનાઓ છે જે રકમ મળવા પાત્ર છે. જેતે સહાય મળવા પાત્ર છે. તેનો સિધો લાભ ગીબ લાભાર્થીઓને મળે કોઈ વચેટીયાઓ તેનો લાભ લઈ ન જાય તે માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી હતી. આજે રાજકોટ શહેર ખાતે કોર્પોરેશન દ્વારા ગરીબ કલ્યાણ મેળો યોજાયો છે.

જેમાં મેળા દરમિયાન ૨૬૦૦થી વધુ લાભાર્થીઓને પાંચસો દસ લાખથી વધારે રકમની હાથોહાથ સહાય અર્પણ કરવામા આવી છે. આવી રીતે રાજયના મુખ્યમંત્રીએ આજથી સમગ્ર રાજયમાં મેળાનો પ્રારંભ કરાયો છે.

3030 1

રાજય સરકાર હરહંમેશ આવી અનેક વિધ યોજનાઓ ભારત સરકારની યોજનાઓ, રાજય સરકારની યોજનાઓ હોય તેની જાહેરાત કરી અમલવારી કરીને લાભાર્થીઓ સુધી લાભ પહોચે તે દિશામાં આગળ વધી રહી છે. અને ખરા અર્થમાં ગરીબોનું કલ્યાણ થાય. મેળામાં કિટોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

5050

અબતક સાથેની વાતચીત દરમિયાન લાભાર્થી સોલંકી પ્રફુલ્લભાઈએ જણાવ્યું હતુ કે હું આજ ગરીબ કલ્યાણ મેળામાં આવ્યો છું અને અમારો ધંધો ઈસ્ત્રી કરવાનો હોવાથી અમે ફોર્મમાં તે દર્શાવ્યું હતુ. તેમાં અમા‚ નામ સિલેકટ થતા આજ મને ઈસ્ત્રી ટેબલ સરકાર તરફથી મળેલ છે.

4040

અબતક સાથેની વાતચીત દરમિયાન લાભાર્થી વિજુબેનએ જણાવ્યું હતુ કે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ હોલમાં આજરોજ ગરીબ કલ્યાણ મેળો યોજાયેલ છે. તેમાં આવી છું અને મને બ્લેન્ડર મળ્યું છે. તેથી સરકારનો આભાર માનું છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.