૧૯ મહામારીથી ઉદભવેલ પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યને આત્મનિર્ભર અને વેગવંતુ બનાવવા રાજ્ય સરકારશ્રી દ્વારા ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે  રાજ્યના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી  દ્વારા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યના આશરે ૧૩ હજારથી વધુ એકમોને તેમના ખાતામાં રુપિયા ૧૩૬૯ કરોડની સહાય માત્ર એક ક્લિક દ્વારા આપવામાં આવી છે.

જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ૧૫ યુનિટના ૩૦ ક્લેઈમ, દસાડામાં ૫ યુનિટના ૧૧ ક્લેઈમ, ધ્રાંગધ્રામાં ૫ યુનિટના ૭ ક્લેઈમ, લખતરમાં ૫ યુનિટના ૭ ક્લેઈમ, લીંબડીમાં  ૨ યુનિટના ૩ ક્લેઈમ, મુળીમાં ૧૩ યુનિટના ૧૮ ક્લેઈમ, સાયલામાં ૧૫ યુનિટના ૧૮ ક્લેઈમ, થાનગઢમાં ૫૦ યુનિટના ૬૨ ક્લેઈમ અને વઢવાણ તાલુકામાં ૧૧૫ યુનિટના ૧૪૮ ક્લેઈમ મળીને જિલ્લાના ૧૦ તાલુકાના ૨૨૫ એકમો (યુનિટો)ના ૩૦૪ ક્લેઇમને ધ્યાને લઈ તેમને રૂપિયા ૨૦.૬૭ કરોડની સહાય ઈ-પેમેન્ટ દ્વારા તેમના ખાતામાં સીધી જમા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.