રાજ્ય સરકારના જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોના શિક્ષણમાં સહાયરૂપ શિષ્યવૃત્તિ યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૭ માં અભ્યાસ કરતાં દિવ્યાંગ વિર્દ્યાીને વાર્ષિક ૧ હજાર તેમજ ધોરણ ૮ કે તેથી  વધુ અભ્યાસ કરતાં દિવ્યાંગ વિર્દ્યાીને રૂ. ૧૫૦૦ થી  ૫ હજાર સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. દિવ્યાંગ શિષ્યવૃત્તિ વિર્દ્યાીના બેન્ક ખાતામાં જ સીધી જમા કરાવવામાં આવે છે.

આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપતાં રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ શિષ્યવૃત્તિ મેળવવા દિવ્યાંગ વિર્દ્યાીએ છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછાં ૪૦ % ગુણ મેળવ્યા હોવા જરૂરી છે. ઉપરાંત વિર્દ્યાીની દિવ્યાંગ ટકાવારી ઓછામાં ઓછી ૪૦% હોવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, શિષ્યવૃત્તિનો લાભ દરેક દિવ્યાંગને મળી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આવકનું ધોરણ રદ કરવામાં આવ્યું છે.

આ સાથે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન ૬૫૬ લાર્ભાીઓને આ યોજના કી રૂ.૭.૭૦ લાખી વધુની રકમ ચુકવવામાં આવી છે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.