કોરોનાની મહામારીમાં વકીલો વ્હારે માતૃસંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા મૃત્યુ પામનાર એડવોકેટના પરિવારને અને કોરોનાની બિમારીનો ભોગ બનેલા એડવોકેટને સહાય ચુકવવાનો વર્ચ્યુઅલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કોરોનાની મહામારીમાં મૃત્યુ પામનાર કાયમી ધારાશાસ્ત્રીઓને ત્વરિત રૂપિયા એક લાખ ચુકવવાનો, કોરોના મહામારીનો ભોગ બનનાર ધારાશાસ્ત્રીઓને હોસ્પિટલ અને હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હોય તેવા ધારાશાસ્ત્રીઓને મેડીકલ સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વર્ચ્યુઅલ મીટીંગમાં 710 જેટલા કોરોનામાં ભોગ બનેલ ધારાશાસ્ત્રીઓને રૂપિયા નેવું લાખ ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને બાદ કોરોના મહામારીમાં મૃત્યુ સહાય મેળવવા માટે ઇ-મેઇલ દ્વારા મળેલી 19 અરજીઓ, કોરોના મહામારીનો ભોગ બનનાર સારવાર લીધેલા ધારાશાસ્ત્રીઓની ઇમેઇલ દ્વારા મળેલ 460 અરજીઓ હાથ પર લેવામાં આવી હતી. જેમાં 19 જેટલા કોરોનાથી મૃત્યુ પછી ધારાશાસ્ત્રીઓની આવેલી અરજીને લક્ષમાં લઇ તેમના વારસદારોને ત્વરિત રૂપિયા એક લાખ ચુકવવાનો નિર્ણય કરેલો તેમજ 460 જેટલા ધારાશાસ્ત્રીઓને કોરોના મહામારીમાં માંદગી સહાય રૂપિયા 65 લાખ ચુકવવાનો નિર્ણય કરેલો જેમાં હોસ્પિટલમાં સારવાર લીધેલી હોય તેવા 120 જેટલા ધારાશાસ્ત્રીઓને મેડીકલ બીલો રજૂ કરેલા હોય તેવા ધારાશાસ્ત્રીઓને રૂપિયા વીસ હજાર સુધી ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલો તેમજ તેમના થયેલ વધુ ખર્ચ માટે વધુ સહાય મળી રહે તે માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઇન્ડિજન્ટ કમિટિને ભલામણ કરવામાં આવી છે.

ઉપરાંત 120 ધારાશાસ્ત્રીઓને તેમના મેડીકલ ખર્ચના પ્રમાણે રૂ.30,000 સહિતની સહાય આપવામાં આવેલી તેમજ હોમ આઇસોલેશનમાં સારવાર લેનાર ધારાશાસ્ત્રીઓને તેમજ મેડીકલ બીલના હોય તેવા 340 ધારાશાસ્ત્રીઓને રૂા.10,000 લેખે 460 જેટલા ધારાશાસ્ત્રીઓને રૂપિયા 65 લાખ જેટલી રકમ ચુકવવામાં આવેલી. આમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના 1160 જેટલા ધારાશાસ્ત્રીઓને એક કરોડ પચાસ લાખ જેટલી રકમ કોરોના મહામારીમાં ભોગ બનેલ ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય ચુકવવાનો નિર્ણય કરેલા છે. તદ્ઉપરાંત 14 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને મૃત્યુ સહાય પેટે રૂિ5યા એક લાખ લેખે ચુકવવાનો નિર્ણય કરેલો છે. આ વર્ચ્યુઅલ બેઠકમાં ચેરમેન હીરાભાઇ પટેલ, વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહિલ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના કુલ 40 કમિટિના ચેરમેન દિલીપભાઇ પટેલ, સભ્ય દિપેન દવે, કરણસિંહ વાઘેલા અને અનિલ કેલ્લા ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.