ઘેર ઘેર જઇ જરુરી વસ્તુઓ, કપડા, રોકડ સહીતનું એકઠું કરી કેરળના જરૂરીયાત મંદોને પહોચાડશે
કેરળના પૂર પીડીતોને મદદ કરવા રંગીલું રાજકોટ ગ્રુપ દ્વારા અભિયાન શરુ કરાયું છે. જેના અનુસંધાને શહેરમાં ઘેર ઘેર જઇ જરુરી વસ્તુઓ, કપડા, રોકડ સહીતનું એકઠું કરીને કેરળના પુર અસરગ્રસ્તો માટે મોકલવામાં આવે છે.
આ અભિયાન ૧પ દિવસ સુધી ચાલશે આજે અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું કે જયારે સમગ્ર દુનિયામાંથી અને ઠેક ઠેકાણેથી સહાયરુપી ધોધ વરસી રહ્યા છે ત્યારે આપણી પણ નૈતિક ફરજ અને જવાબદારી છે એ આપણા ભાઇ-બહેનો માટે શકય તેટલી મદદ અને સહાય કરીએ.
અમારી આ આખી ટીમ આવનારા પંદર દિવસ સુધી આ સેવા કાર્ય માટે સતત કાર્યરત છે. એકત્રીત કરેલી સહાયને હેલ્પલાઇન નં. ૯૬૦૧૫ ૯૧૯૧૦, ૮૦૦૦૦ ૨૧૨૩૪, ૮૦૦૦૦ ૩૧૨૩૪ પર સંપર્ક કરવાથી ટીમ ત્યાં પહોંચી જશે. ઉ૫રાંત જયુબેલી શાક માર્કેટની સામે કેમ્પ રાખેલ છે.
જયાં રોકડ રકમ, કપડા અનાજ જેવી જીવન જરુરીયાત સહાય રુપ મદદ પહોંચાી શકાશે. છેલ્લા બે દિવસથી માત્ર વ્હોટસએપ દ્વારા જ રાજકોટમાં આ સેવા કાર્ય શરુ કરેલ જેના પરિણામ સ્વરુપ અમને દરેક જગ્યાએથી પુરતો સહયોગ અને સહાય મળેલ છે.
આ સેવા કાર્યમાં તૌફીક મૈયડા, અશરફ મહેતર, ભાવેશભાઇ, ભાનાભાઇ રબારી, રફીક માંકડા, મહંમદ દલાવાણી, કમલેશ સોલંકી, સંજયભાઇ દેવીપુજક, નવાજ અજમેરી, ઇકબાલ ઢોલકીયા, ઇરફાન પટણી, અરજણભાઇ જયુબેલી શાક માકેટ ફુટ માર્કેટ પરા બજાર દાણાપીઠના વેપારી ભાઇઓ રંગીલું રાજકોટ ગ્રુપ ભાઇજાન યંગ સોશ્યલ ગ્રુપ પટેલ ગ્રુપ અને સમગ રાજકોટીયન્સનો સહયો મળી રહેલ છે.