ગીરસોમનાથ સમાચાર
કારડીયા રાજપૂત સમાજના દેશ માટે વીર શહીદ મહિપાલસિંહ વાળાને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧ કરોડ ની સહાય બદલ આભાર વ્યક્ત કરતા કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ અને રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા .
કારડીયા રાજપુત સમાજના અને સુરેન્દ્રનગર જીલ્લાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાના વિરાટનગરમાં રહેતા વીર શહિદવીર સ્વ.શ્રી મહિપાલસિંહ વાળા ૪ ઓગષ્ટના રોજ જમ્મુ કાશ્મીરના ફુલગામમાં આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં દેશની રક્ષા કાજે લડતા લડતા ૨૫ વર્ષની નાની વયે શહીદી વ્હોરી હતી, ત્યારે કારડીયા રાજપુત સમાજના શહીદવીરને ભારતદેશનના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીસાહેબ , ગૃહમંત્રીશ્રી માનનીય અમીતભાઇ શાહ, ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી સી .આર .પાટીલ સાહેબ અને માનનીયશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા આ વીર શહિદ ના પરીવા૨ સાથે હરહંમેશ ઉભો રહેલ છે .
તારીખ:૧૨-૦૯-૨૦૨૩ ના રોજ ગુજરાત સરકાર દ્વારા માનનીય ભુપેન્દ્રભાઇ પટેલ હસ્તે શહીદવીર સ્વ શ્રી મહિપાલસિંહ વાળાના પરીવારજનોને રૂબરૂ ઘરે મળીને રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરેલ અને વીરશહિદ સ્વશ્રી. મહિપાલસિંહ વાળાના પરીવારજનોને મદદરૂપ થયેલ તે બદલ અખિલ ગુજરાત કારડીયા રાજપુત સમાજના પ્રમુખ તરીકે જશાભાઈ બારડ, કાનાભાઇ ગોહિલ પ્રમુખ શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ, કિરીટસિંહજી ડાભી ધારાસભ્યશ્રી, બાબુભાઈ જાદવ ધારાસભ્યશ્રી, કિરીટસિંહજી રાણા ધારાસભ્યશ્રી, રિવાબા જાડેજા ધારાસભ્યશ્રી, સી.જે ચાવડા, ધારાસભ્યશ્રી, નારનસિંહજી સગર પ્રમુખશ્રી સમસ્ત નાડોદા રાજપૂત સમાજ, કમાભાઈ રાઠોડ પૂર્વ ધારાસભ્યશ્રી, ડી ડી રાજપૂત થરાદ, ભૂપતસિંહ રાઠોડ, ભરતસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ ચૌહાણ, મનોજસિંહ ગોહિલ, કેતનસિંહ ચૌહાણ, જયસિંહ ભાઈ કાભાઈ ચૌહાણ વડોદરા, અજીતસિંહ વાળા, રણજીતસિંહ સિંધવ સમી, અજમલભાઈ બારડ, હરિભાઈ જાદવ, અશ્વિનસિંહ પરમાર કોડીનાર, ભરતસિંહ પઢિયાર, વિરેન્દ્રસિંહ જાડેજા, ડોક્ટર રણજીતસિંહ વાંક, વિજયસિંહ ચાવડા, અનિરુદ્ધસિંહ ઝાલા,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની રૂબરૂ મુલાકાત કરી આભાર વ્યક્ત કરીઓ હતો .
માનનીય નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમીતભાઇ શાહ, ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ તથા જગદીશભાઇ વિશ્વકર્માનો અખિલ ગુજરાત કારડીયા રાજપુત સમાજ વતી આભાર વ્યકત કરેલ્ અને ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇની સરાહનીય કામગીરી બદલ અખિલ ગુજરાત કારડીયા રાજપુત સમાજ હર-હંમેશ ઋણી રહેશે તેવી લાગણી અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજ ના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે અને આગેવાનો દ્રારા રૂબરૂ મળી સાથે પત્ર સાથે આભાર વ્યક્ત કરેલ્ છે.