ઘર કંકાસના મામલે ચાલતા કેસમાં સામાપક્ષે રહેલા એડવોકેટને ગડાચીપી દીધી: વકીલની સુરક્ષા વધારવા પોલીસમાં માંગ
શહેરમાં દિન પ્રતિ દિન વધતા જતા ગુનાખોરીના બનાવો હદ વટાવી રહ્યા છે. ત્યારે આજરોજ કોર્ટ પરિસરમાં સામાપક્ષે રહેલા વકીલ પર હુમલો થયાની ઘટના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાય છે.
ઘર કંકાસ ના મામલે ચાલતા કેસમાં વકીલને ઘટી જવાનું કહીને એક શખ્સ ગળાચીપી દેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો તો બીજી તરફ એડવોકેટ દ્વારા કોર્ટ પરિસરમાં વકીલોની સુરક્ષા વધારવા માટે પણ પોલીસને માંગ કરવામાં આવી છે.
અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ કોર્ટમાં કરેલું હિંસાના ચાલતા કેસમાં અશોક લક્ષ્મણ કાવટીયા નામનો શખ્સ ત્યાં આવ્યો હતો જેના સામે પક્ષે રહેલા વકીલ હર્ષ ભીમાણીને આ કેસમાંથી હટી જવાનું કહ્યું હતું પરંતુ એડવોકેટ હર્ષ ભીમાણીએ ના પાડી દેતા મામલો બિચકયો હતો.
ત્યારબાદ બાથરૂમ પાસે ઉભેલા વકીલ હર્ષ ભીમાણી પર અશોક કાવઠીયા હુમલો કરતા કોર્ટ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી અશોક કાવઠીયા વકીલ હર્ષ ભીમાણીને ગળું દબાવી કેસમાંથી હટી જવા માટે ધમકીઓ આપી હતી. જેના પગલે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાપે તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ વકીલો દ્વારા વધતા જતા એડવોકેટ પરના હુમલાને ધ્યાન રાખી સુરક્ષા વધારવા માટે પોલીસને માંગ કરી છે.