જૂની અદાવતમાં પિતરાઈ ભાઈએ ગોળી ધરબી ઢીમ ઢાળી દીધું
ચોટીલા ના જીવાપર (આ)માં થોડા સમય પહેલા થયેલ સામાન્ય બોલાચાલીમાં મહીલા સરપંચના પતિની રાત્રે ક્રૂર હત્યા કૌટુંબિક ભાઇ દ્વારા કરવામાં આવી છે. આ બનાવે ચકચાર મચાવી છે
આ અંગે મળતી માહિતી મુજબ ગઇ રાત્રે એક વાગે ચોટીલાના જીવાપર (આ) ગામમાં રાજેશ ઉર્ફે રાજુ ગોવિંદભાઈ પરાલીયા દ્વારા પોતાના કૌટુંબિક ભાઇ ભરતભાઈ પરાલીયા કે જે ગામના સરપંચ રેખાબેન પરાલીયાના પતિ છે તેમનું દેશી બંદૂક કે તમંચા જેવા હથિયારથી ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે તેવી ફરીયાદ પોલીસમાં પુંજાભાઇ રૂપાભાઇ એ લખાવી હતી.
આ બનાવના પગલે પોલીસ કાફલો જીવાપર ધસી ગયો હતો. ઓછી વસ્તિ ધરાવતા આ ગામમાં મહીલા સરપંચના પતિ ભરતભાઇની હત્યાથી સોપો પડી ગયો હતો.
અગાઉના ઝઘડાનુ મનદુખ રાખી આરોપીએ ફાયરીંગ કરી ભરતભાઇની હત્યા કરતા અગાઉ ની બોલાચાલી જીવલેણ તકરારમાં ફેરવાઇ હતી. જ્યારે માતાજી ના નોરતામાં જ હત્યા નો બનાવ બનતા આગામી દિવસો માં કંઇ નવાજુની ના થાય તે માટે પોલીસ પણ સતર્ક બની છે. આ હત્યા ની તપાસ નાની મોલડી પી.એસ.આઇ. મકવાણા ચલાવી રહ્યા છે. આ હત્યા બાદ મૃતદેહ ને પી.એમ. માટે રાજકોટ મોકલવામાં આવ્યો હતો.જ્યારે મહીલા સરપંચ ના પતિની હત્યાના સપરમા દિવસો માં જ હત્યા થતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઇ છે.