માત્ર રૂા.21માં બિલ્વપુજા નોંધાવી શકાશે
પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના ચરણોમાં નજીવી ન્યોછાવર રાશિ થી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા માત્ર રૂપીયા 21માં ઓનલાઇન બિલ્વ પૂજા નોંધાવી શકશે જેનો પ્રસાદ ભકતોને પોસ્ટ મારફત ઘરે બેઠા પહોંચાડવામાં આવશે.
શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયા ના માધ્યમથી પણ નિયમિત દર્શન અને આરતી નો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક SomnathTempleOfficial – ટ્વીટર SomnathTemple -યુટ્યુંબ SomnathTemple-Official Channel – ઇન્સ્ટાગ્રામ SomnathTempleOfficial -વોટ્સએપ તથા ટેલીગ્રામમાં 9726001008-સોમનાથ યાત્રા મોબાઇલ એપ્લીકેશન-ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.
સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇ ની વ્યવસ્થા ગોઠવાશે. આવનાર યાત્રીકો પવિત્ર યાત્રાધામ માં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.
શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવેલ છે.
શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.
શ્રાવણના પ્રથમ દિવસે શ્રાવણ સુદ એકમે કાલે ગુરૂવારના રોજ સવારે 7-30 મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ કરવામાં આવશે તેમજ સવારે 7-45 વાગ્યે સવાલક્ષ બિલ્વપૂજા પ્રારંભ થશે સવારે 8-00 વાગ્યે નુતન ધ્વજારોહણ કરવામાં આવશે.