૧૦મી મેના રોજ મંગળ મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તેઓ નીચસ્થ બનશે. મંગળની ચોથી દ્રષ્ટિ કેતુ પર અને આઠમી શનિ પર પડશે જે આગામી સમયને સ્ફોટક બનાવશે. મંગળ અને શનિ ની કોઈ પણ પ્રકારની ભાગીદારી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે અને મંગળની દ્રષ્ટિ કેતુ ઉપર પણ ઇચ્છનીય નથી. સેનાપતિ મંગળ મહારાજ કેતુ અને શનિને જુએ તેની અસર સેના પર થતી જોવા મળે અને મે માસ થી વિશ્વમાં વધુ ઉગ્રતા જોવા મળે.

મંગળ આઠમી મારક દ્રષ્ટિ શનિ પર કરે છે શનિ એ લેબર છે એટલે મોટી ઇમારતો કે મોટા બાંધકામો થતા હોય જ્યાં વધુ લેબર હોય ત્યાં વિશેષ કાળજી લેવાની જરૂર રહેશે વળી કેટલાક નિર્માણકાર્યોમાં વિક્ષેપ આવે કે કોઈ ભાગ પડી જવાની ઘટના બને. મંગળની કેતુ પરની દ્રષ્ટિ દરિયાઈ બાબતોમાં વિશેષ હલચલ બતાવે અને યુદ્ધની ગતિવિધિ સમુદ્રમાં જોવા મળે વળી સબમરીન બાબતે કઈ સમાચાર પ્રાપ્ત થતા જોવા મળે. મંગળ કર્કમાં નીચસ્થ થાય છે કેમ કે કર્ક એ લાગણી છે કર્ક એ ઘર છે જયારે મંગળને ફિલ્ડમાં વધુ ગમે છે નીચસ્થ મંગળ સ્પોર્ટ્સમાં પણ થોડી સુસ્તી લાવતા જોવા મળે અને સારા ખેલાડી ફિલ્ડથી દૂર થતા જોવા મળે.

જ્યોતિષમાં સૂર્ય એ સરકાર છે અને બુધ,રાહુ સાથે આવવાથી સાયબર ક્રાઇમ પર સરકાર ત્રાટકી છે અને દિલ્હી નજીક જમતાળા જેવી જ પદ્ધતિ અપનાવતા ૧૪ ગામ માં રેડ કરવામાં આવી છે અને ૨ લાખ મોબાઈલ બ્લોક કરવામાં આવ્યા છે. બુધ રાહુ આભાસી મુદ્રા પણ દર્શાવે છે માટે આગામી સમયમાં ટેક્સ ચોરી ઉપરાંત સરકારની નજર આભાસી મુદ્રા પર પણ રહેવાની છે.

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.