રાજકોટ એન્જી. એસો.ની ઉદ્યોગો શરૂ કરવાની રજૂઆત સફળ નિવડી: ઉદ્યોગોને પુન: ધબકતા કરવા રજૂઆતોનો દોર ચાલુ રખાશે
રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન સૌરાષ્ટ્ર વિસ્તારના સર્વાગી ઔદ્યોગિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેલ છે અને એક અગ્રગણ્ય સંસ્થા તરીકેની નામના ઉજાગર કરેલ છે. સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારીએ અર્થતંત્ર ઉપર માઠી અસર કરેલ છે. વેપાર-ધંધાઓ, ઉદ્યોગોની પરિસ્થિતિ કથળી ગયેલ છે. લોકોેનુ જનજીવન ઉપર પણ માઠી અસર થયેલ છે. આવી પરિસ્થિતિમાં રાજકોટ એન્જી. એસોસીએશનના પ્રમુખ પરેશ વાસાણીએ ઉદ્યોગો સાથે સતત પરામર્શમા રહીને અવાર નવાર સરકાર અને સ્થાનિક પ્રસાશનો સાથે રજૂઆતનો દોર સતત ચાલુ રાખીને સરકાર પાસેથી યોગ્ય પરીણામ મેળવેલ છે એ એક અનોખી સિધ્ધિ ગણાય.
રાજકોટ એન્વીનીયરીંગ એસોસીએશનની આગેવાની હેઠળ સરકારને સફળ રજુઆતને કારણે આવતી કાલ એટલે કે તા.૧૪-૫-૨૦૨૦થી તમામ ઔદ્યોગિક એકમો પુન: કાયર્રત થશે જેનો યશ પ્રમુખ પરેશ વાસાણી તથા સમગ્ર બોડીને જાય છે. અદાજે ૩૫૦ જેટલા ઉદ્યોગોને આ લોકડાઉન સમય દરમ્યાન એસોસીએશન દ્વારા ઉદ્યોગો ચાલુ રાખવાની મજુરી મેળવી આપવામાં આવે છે.
સરકાર ગાઇલાઇન અનુસાર ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગો તેમજ સીટી વિસ્તારના એકસપોર્ટ, એગ્રીકલ્ચર, આવશ્યક ચીજ વસ્તુઓ બનાવનાર વિગેરે પ્રકારના એકમો આ લોકડાઉન સમય દરમ્યાન એસોસીએશનની ઓફિસ સવારના ૯થી સાંજના ૬ સુધી કાર્યરત રાખીને ઉદ્યોગકારોને ઉપયોગી થયેલ છે. પ્રમુખ પરેશ વાસાણીના જણાવ્યા અનુસાર આ ૩.૦ લોકડાઉનનો સમય પુરો થયા પછી ઉદ્યોગોને સરકારની પર્વ મંજુરી મેળવ્યા વગર પુન:ધમધમતો થઇ શકે તેવી જોગવાઇ કરવાની રજૂઆત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા સ્થાનિક ધારાસભય ગોવિંદભાઇ પટેલને કરવામાં આવેલ છે.
રાજકોટ એન્જીનીયરીંગ એસો. સમક્ષ કોઇપણ ફરિયાદ પહોંચાડવા મંત્રી યશ રાઠોડનું આહ્વાન
સરકાર વહીવટી પ્રક્રિયામાં લાગતો સમય બચાવીને સમયસર ઉદ્યોગ ચાલુ થઇ શકે અને કામદારોને તાત્કાલિક રોજગારી મળી રહે અને સરકારને પણ આર્થિક સકરામણનો સામનો ન કરવો પડે તેમ આર.ઇ.એ. ની યાદીમાં જાણાવેલ વિશેષમાં આર.ઇ.એ.ના સભ્ય એકમોને આ બાબતે કોઇપણ સમસ્યા કે રજુઆત કરવાની રહેતી હોય તો તેઓને યશ રાઠોડ, માનદ મંત્રીને મો. નં.૯૭૨૪૪૨ ૭૭૭૭૭ ઉપર વિના સકોચે સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.