રિક્ષા ચાલક સહિત ત્રણ સામે નોંધાતો ગુનો
મોરબીના લખધીર પૂર રોડથી સર્વિસ રોડ ઉપર ઓટો રીક્ષા ફૂલ સ્પીડમાં ચલાવી વેપારીની કાર સામે આવી જતા રીક્ષા ધીમી ચલાવવાનું કહેતા રીક્ષા ચાલાક અને તેમાં બેસેલ ત્રણ ઈસમો દ્વારા વેપારી સાથે ઝપાઝપી કરી પેટમાં છરીનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતા વેપાર દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ સ્નેહ રેસિડન્સી બ્લોક નં 402માં રહેતા વેપારી જયદીપભાઈ ગટોરભાઈ રાછડીયાએ આરોપી રવીભાઈ નીતિનભાઈ સોલંકી રહે. માધાપર શેરી નં 17 તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે લખધીરપુર રોડથી સર્વિસ રોડ ઉપર કુબેર ટોકીઝ પાસે પોતાની કર લઈને જતા હતા ત્યારે આરોપીઓએ પોતાની ઓટો રીક્ષા ફૂલ સ્પીડમાં ચલાવી એક ટ્રકનો ઓવરટેક કરી ફરિયાદી જયદીપભાઈની કારની સામે ઉભી રાખી દેતા, રીક્ષા ધીમી ચલાવવાનું જાહેતા આપી રવિભાઈએ ફરિયાદીને ગાળો આપી ઝપાઝપી કરી,
અજાણ્યા અન્ય બે આરોપીઓએ પણ ઝપાઝપી કરી ફરિયાદીને પકડી રાખતા આરોપી રવિભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે પેટના ભાગમાં છરીનો એક ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડતા રિક્ષાચાલક તથા અન્ય બે આરોપી સહીત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ 307, 323, 504, 114, તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.