ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સમિતિએ ઉમેદવારોને ટિકિટ માટેની અરજી સાથે જ રૂપિયા જમા કરવાનો કર્યો આદેશ

ઉત્તરપ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણીઓ રાજકીય રીતે તોસૌનું ધ્યાન ખેંચનારી બની જ રહેશે પરંતુ કોંગ્રેસે કરેલી એક નવી પહેલ વધુ ચર્ચાસ્પદ બનવા જઈ રહી છે ઉત્તર પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પક્ષની ટિકિટ માટે અરજી કરનાર દરેકને રૂપિયા 11000 ભરાવવાનો નિર્ણય કર્યો છે.

ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ અજય કુમાર લાલુ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ કોંગ્રેસ પક્ષઆગામી ચૂંટણી પ્રિયંકા ગાંધીની અધ્યક્ષતામાં લડવાની છે ત્યારે ઉમેદવારે અરજી સાથે જ રૂપિયા 11000 જમા કરાવવાના રહેશે ઉમેદવાર ના પૈસા જમા કરવા માટે સંજય શર્મા અને વિજય બહાદુરની નિયુક્તિ કરવામાં આવી છે.

ટિકીટ માગનાર દરેક અરજદારે 25મી સપ્ટેમ્બર સુધી રૂપિયા 11000 હજાર આરટીજીએસ ડિમાન્ડ ડ્રાફ્ટ ના માધ્યમથી જમા કરાવવાના રહેશે અને આ વ્યવસ્થાનો અમલ તાત્કાલિક ધોરણે કરવાના હાઈ કમાન્ડે આદેશ આપી દીધા છે ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 બેઠકો પર આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.