18મી એશિયન ગેમ્સનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે જ ભારતીય શૂટર દીપક કુમારે મેન્સ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. પહેલા દિવસે પણ ભારતના ખાતે બે મેડલ્સ આવ્યા. પહેલવાન બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો. આ ઉપરાંત શૂટિંગમાં 10 મીટર એર રાયફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો. રમતના બીજા દિવસે પણ દેશને શૂટર્સ અને પહેલવાનો પાસેથી વધુમાં વધુ મેડલ્સ જીતવાની અપેક્ષા રહેશે. આજે શૂટિંગમાં 10 મીટર એર રાયફલમાં પુરુષો અને મહિલાઓની ઇવેન્ટની સાથે-સાથે ટ્રેપ મુકાબલાઓમાં પણ ગોલ્ડ મેડલ દાવ પર લાગશે.

બેડમિન્ટન ક્વાર્ટર ફાઇનલમાં ભારતની મહિલા ટીમ જાપાનનો મુકાબલો કરી રહી છે. પહેલા સિંગલ્સ મુકાબલામાં પીવી સિંધુએ જાપાનની અકાને યામાગુચીને 21-18, 21-19થી હરાવીને શાનદાર શરૂઆત કરી છે. જાપાને ડબલ્સમાં જીત હાંસલ કરીને 1-1થી બરાબરી કરી લીધી છે. ભારતની સિક્કી રેડ્ડી અને આરતી સારા વર્લ્ડ નંબર-1 જાપાની જોડી યુકી અને સાયાકા સામે 15-21, 6-21 થી હારી ગઇ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.