ભારતનાં નિકટવર્તી પડોશી અને દાયકાઓથી ભારતમાં પ્રોકસીવોરનાં ઉબાડીયા કરતું રહેતું પાકિસ્તાનનાં આતંકવાદીઓને મદદ કરવાના અને દોગલી રાજનીતિ રમવાની કુટનીતિનાં પાપનો ઘડો ભરાઈ ગયો હોય તેમ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પાકિસ્તાન સાવ એકલુ પડી ગયું છે. અમેરિકાની ડાટ ફટકાર પછી એશિયા પ્રશાંત જૂથ એપીજીનાં સહયોગી દેશોએ પણ પાકિસ્તાન હવે આતંકવાદને પોસવાનું બંધ નહીં કરે તો તેનાં પર આકરા પ્રતિબંધ અને બ્લેકલિસ્ટમાં મુકવાની અંતિમ ચેતવણી આપી દીધી છે.
એશિયન પેસેફિક ગ્રુપનાં આતંકવાદ વિરોધી અગિયાર નિયમોમાંથી દસમાં પાકિસ્તાન સાવ નિષ્ફળ પુરવાર થયું છે. ફાયનાન્સ એકશન ટ્રાન્સફોર દ્વારા પાકિસ્તાન પર આતંકવાદીઓને મદદપ થવા બદલ આંતરરાષ્ટ્રીય વ્યવહાર સિમિત કરી દેવાની હિમાયત કરી છે. કેનબેશ ખાતે યોજાયેલી એપીજીની વાર્ષિક મીટીંગમાં આર્થિક પરિસ્થિતિ સમીક્ષાની સાથે સાથે ત્રાસવાદીઓને આર્થિક મદદ પરોક્ષ રીતે લાલન પાલન અને આતંકીઓને પ્રોત્સાહિત કરવાની કથિત રમત સામે પગલા લેવાની રણનીતિ સંભવિત રીતે આજે જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં પાકિસ્તાન સ્ટેટ બેન્કનાં ગર્વનરે તેમનાં દસ સહયોગીઓની ટીમ સાથે આ બેઠકમાં પાકિસ્તાનની સ્થિતિની કંગાળીયત અંગે બચાવ કર્યો હતો. તેની સામે કેનબેશની આ બેઠકમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનાં ભારત વિરોધી પ્રયાસો અને સતતપણે અનેક આતંકવાદી ગતિવિધિઓનાં મુળમાં પાકિસ્તાનની સંડોવણી ખુલતી હોવાથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ૧૧ નિયમોમાંથી ૧૦માં નિષ્ફળ પુરવાર થયું છે અને તેનો ક્રમ ગુડવિલ બાબતે ૪૦ માંથી ૩૨નાં તળિયે પહોંચી ગયો છે.
પાકિસ્તાનને વર્લ્ડ બેન્કની મદદ અને અર્થતંત્રને વેગવાન બનાવવા માટે લાંબાગાળાનાં ઋણ સહિતની નાણાકિય મદદની ખાસ જર છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને તેની આતંકી પ્રવૃતિઓ બંધ કરવાની શરતનું તાકીદે પાલન કરવાની ફરજ પાડી હતી પરંતુ તેમાં ઈસ્લામાબાદ સતાવાળા સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થયા છે. એપીજી દેશો પાકિસ્તાન સામે આ મુદ્દે ખુબ જ નારાજ થયા છે. પાકિસ્તાને એપીજીનાં ધારાધોરણનાં અમલમાં ૧૧ માંથી ૧૦ નિયમો પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ પુરવાર થયું છે અને પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મુકી દેવાની કવાયતને લીલીઝંડી આપી દીધી છે. જોકે ચીન હજુ પાકિસ્તાનનું બ્લેક લિસ્ટીંગ નિવારા ચોવટ કરી રહ્યું છે. તુર્કી, સાઉદી અરેબીયા અને અમેરિકા બ્લેકનાં બદલે ગ્રે લીસ્ટમાં મુકી તેને જવાબદારી પ્રત્યે ગંભીર બનાવવાની તક આપવાની હિમાયત કરી છે. એપીજી દેશ પાકિસ્તાનને અફઘાનિસ્તાનની શાંતી અને ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓનાં મુદે પાકિસ્તાન પર દબાણ વધારતા આતંકવાદ મુદ્દે પાકિસ્તાન વિશ્ર્વ મંચ ઉપર હવે સાવ એકલવાયુ બની ગયું છે.