આઇપીએલ સ્ટાર રીંકુ સિંહને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દ્વારા આવનારા સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જ્યારે ટી20 ફોર્મેટ ઇવેન્ટ 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આઇપીએલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમેલા ઓપનર ખેલાડી ઋતુરાજ ગાયકવાડને ટીમના સુકાનીની જવાબદારી સોંપવામાં આવી છે.
અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઋતુરાજ ગાયકવાડને ટીમની કમાન સોંપી છે, જ્યારે આઇપીએલમાં ધમાલ મચાવનાર રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્ય ટીમના કેટલાક સભ્યો જેમ કે અર્શદીપ સિંહ, દીપક હુડાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ટીમમાં મોટા ભાગના યુવા ખેલાડીઓ છે. જેના પરથી કહી શકાય છે કે પસંદગીકારોએ ટીમના યુવા ખેલાડીઓ પર સંપૂર્ણ દાવ લગાવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર). જ્યારે સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે યશ ઠાકુર, સાંઈ કિશોર, વેંકટેશ અય્યર, દીપક હુડા, સાઈ સુદર્શન