કુલ ૧૦ મેડલ સાથે ભારત સાતમા ક્રમે
૧૬ વર્ષીય સૌરભ ચૌધરીએ એશિયન ગેમ્સમાં ૨૬ વર્ષ મોટા જાપાની શુટરને માત આપી ભારતને ગોલ્ડ અપાવ્યો છે. આ ઈવેન્ટમાં ભારતને પ્રથમ ગોલ્ડ છે તેની સાથે જ આશિયાદમાં સુવર્ણ જીતનાર પ્રથમ ખેલાડી સૌરભ બન્યો છે તો અનુભવી ખેલાડી સંજીવે સિલ્વર અને શૌખને કારણે રમતા અભિષેકે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
ભારતના નામે અત્યાર સુધીમાં ૩ ગોલ્ડ, ૩ સિલ્વર, ૪ બ્રોન્ઝ સહિત ૧૦ મેડલ સાથે સાતમાં સ્થાને છે તો ચીનના ૩૦ ગોલ્ડ, ૧૮ સિલ્વર, ૧૨ બ્રોન્ઝ મેળવ્યા છે. ઈવેન્ટની ફાઈનલમાં બધા ખેલાડીઓને ૨૪ શોટ લગાવવાની તક આપવામાં આવે છે. જેમાં શરૂઆતથી જ સૌરભ સારુ પ્રદર્શન કરી શકયા હતા. આ ઉપરાંત જુનીયર કેટેગરીમાં પણ તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સંજીવ રાજપૂતે ૫૦ મીટર રાઈફલ થ્રો પ્રોઝિશનમાં સિલ્વર જીત્યો હતો. સંજીવનું જીવન મહિલાના બળાત્કારના આરોપો સાથે તેના કેરિયરને પણ લઈ ડુબ્યું હતું.
રાજપુત સિલ્વર મેળવ્યા બાદ કહે છે કે મને આશા છે કે ફરીથી નોકરી મળી શકે તો શોખ ખાતીર રમી રહેલા અભિષેકે બ્રોન્ઝ મેડલ ભારતના નામે કર્યો હતો. જકાર્તામાં મહિલા કુસ્તીમાં દિવ્યા કકરને ૬૮ કિલોની કેટેગરીમાં બ્રોન્ઝ મળ્યું હતું.
ચાર ભારતીય ખેલાડીઓએ હેટ્રીક સર્જતા મહિલા હોકી ટીમે જીત તરફથી ઝડપ વધારી છે. પુલ બીમાં ૧૦ ભારતીયોના નામ સ્કોરશીટમાં ઉમેરાતા આનંદનો માહોલ છવાયો હતો. વુશુના નાઓરેમ રોશીબીની દેવી, સંતોષ કુમાર, સુર્યા ભાનુ પ્રતાપ અને નરેન્દર ખેલાડીઓ હવે જકાર્તામાં પોતાની પ્રતિભા દર્શાવશે. જો ભારતીય મહિલા અને પુરુષ કબડ્ડી ટીમે પણ સેમી ફાઈનલ તરફ કુંચ કરી હતી.