આગળ વધવા ભારતે બાંગ્લાદેશ અને મ્યાનમારને હરાવું જરૂરી
ભારતીય ફૂટબોલ ટીમને ચીનના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ મેચ હતી, તેથી ભારતીય ટીમને હજી વાપસી કરવાનો મોકો મળશે પરંતુ ટીમના ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કરવું પડશે. પહેલી જ મેચમાં ભારતની હાર થતાં ફેન્સ સાથે ખેલાડીઓ પણ નિરાશ થયા છે. આ મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી, ચીને 17મી મિનિટે જ ગોલ કર્યો હતો. જોકે, પહેલા હાફમાં જ ભારત તરફથી આર. પ્રવીણે ગોલ કરીને સ્કોરને 1-1 સુધી પહોંચાડ્યો હતો.
પરંતુ ટીમ ઈન્ડિયા માટે બીજો હાફ સારો સાબિત થયો ન હતો અને ચીને 51, 72, 76 અને 91 મિનિટે ગોલ કર્યા હતા. મેચનો પ્રથમ ગોલ ચીને કર્યો હતો. તેના માટે જાઓ તિયાનીએ 16મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. રાહુલ કેપીએ ઈન્જરી ટાઈમ (45+1મી મિનિટ)માં ભારત માટે પહેલો ગોલ કરીને મેચને બરાબરી પર પહોંચાડી હતી, પરંતુ બીજા હાફમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
ચીને બીજા હાફમાં ચાર ગોલ કરીને મેચ જીતી લીધી હતી. બેઇજુન દાઇએ 51મી મિનિટે ગોલ કર્યો હતો. કિયાનલોંગ તાઓએ 71મી અને 74મી મિનિટમાં ગોલ કર્યા હતા. મેચના અંત પહેલા, ચીને ઇન્જરી ટાઇમ (90+2મી મિનિટ)માં પાંચમો ગોલ કર્યો. તેના માટે હાઓ ફેંગે ગોલ કર્યો હતો.