ભારતની મહિલા એથ્લીટ દુતી ચંદે એશિયન ગેમ્સના 11માં દિવસે 200 મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો. દુતીએ ફાઇનલમાં 23.20 સેકન્ડનો સમય લીધો અને બીજા નંબરે રહી. આ એશિયાડમાં દુતીનો આ બીજો સિલ્વર મેડલ છે. આ પહેલા તેણે 100 મીટર રેસમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. બહેરીનની ઇડીડોંગ ઓડિયોંગે 22.96 સેકન્ડમાં રેસ પૂરી કરી અને પહેલું સ્થાન મેળવતા ગોલ્ડ મેડલ જીત્યો. ચીનની યોંગલી વેઈએ બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે 23.27 સેકન્ડનો સમય લીધો.
Asian Games 2018: Dutee Chand wins a silver medal in women’s 200m finals pic.twitter.com/VXS6pr8nw5
— ANI (@ANI) August 29, 2018
ટેબલ ટેનિસની મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં ભારતની મણિકા બત્રા અને અચંત શરતની જોડીને બ્રોન્ઝ મેડલ મળ્યો. સેમીફાઇનલમાં તેમને ચીનની સામે 1-4થી હારનો સામનો કરવો પડ્યો.
#AsianGames2018 : India’s Manika Batra and Sharath Kamal get bronze medal in Mixed doubles table tennis after losing to China in semi-finals pic.twitter.com/bH0Itguh7p
— ANI (@ANI) August 29, 2018