18મી એશિયાઈ ગેમ્સમાં મંગળવારે સંજીવ રાજપૂતે 50 મીટર એર રાઇફલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આ પહેલા પુરૂષોની 10 મીટર એર પિસ્ટલ નિશાને બાજી સ્પર્ધામાં સ્વર્ણ પદક પ્રાપ્ત થયો છે. ભારતના 16 વર્ષીય નિશાનેબાજ સૌરભે આવતાંની સાથે જ ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. સૌરભે એશિયાઈ રમતાં આ સ્પર્ધાનો રેકોર્ડ તોડતાં કુલ 240.7 (એશિયન ગેમ્સ રેકોર્ડ) પોઈન્ટ મેળવી ગોલ્ડ જીત્યો છે. આ ભારતના ખાતે ત્રીજા દિવસે પહેલો અને કુલ ત્રીજો ગોલ્ડ મેડલ છે.
India’s Sanjeev Rajput won Silver medal in Men’s 50 m air rifle (3 positions) event today at #AsianGames2018 pic.twitter.com/bRQQXMOuoN
— ANI (@ANI) August 21, 2018
આ ઉપરાંત આ સ્પર્ધામાં એક અન્ય નિશાનેબાજ અભિષેક વર્માએ કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે. અભિષેકે ફાઈનલમાં ટોપ-3માં જગ્યા બનાવી અને અંતમાં કુલ 219.3 પોઈન્ટની સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અત્યાર સુધીમાં ભારતના ફાળે 7 મેડલ આવ્યાં છે. સૌરભની પહેલાં કુશ્તીમાં બજરંગ પૂનિયા અને વિનેશ ફોગોટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેડલ મેળવનાર દેશની યાદીમાં ભારત અત્યારે 7માં સ્થાને છે. આજે 28 ગોલ્ડ દાવ પર છે. ભારતને આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં દીપા કર્માકર અને આર્ચરીમાં દીપિકા કુમારી પાસેથી આશા છે.