ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સમાં ભારતના ખાતે વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે. 25મી પિસ્તોલમાં રાની સરનોબતે ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ભારતીય પુરૂષ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત છે. બુધવારે થયેલી પુલ મેચમાં ટીમ ઈન્ડિયામાં હોંગકોંગને 26-0ના અંતરેથી ઘણી જ ખરાબ રીતે હરાવ્યું છે. આ સાથે જ ભારતે પોતાની સૌથી મોટી જીતનો આંકડો 17-0ને પણ તોડી દીધો છે.
#AsianGames2018: Indian shooter Rahi Sarnobat wins Gold medal in women’s 25m pistol. pic.twitter.com/pVVm7HNuJl
— ANI (@ANI) August 22, 2018
એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતે અત્યારસુધીમાં 5 મેડલ નિશ્ચિત કરી લીધા છે. ટેનિસમાં મહિલા સિંગલ્સ મુકાબલામાં જીત મેળવી ભારતની અંકિતા રૈનાએ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેને હોંગકોંગની ઇઉડિસ વોન્ગ ચોન્ગને 6-4, 6-1થી હાર આપી સેમીફાઈનલમાં જગ્યા બનાવી. આ ઉપરાંત ભારતે મંગળવારે વુશૂમાં 4 મેડલ નિશ્ચિત કર્યાં હતા. આ ઉપરાંત પદકની આશા પહેલવાન અને નિશાનેબાજ પાસે પણ રહેશે. તેમજ ટેનિસ, સ્વિમિંગ, હોકી, આર્ચરીમાં પણ આજે ભારતના એથેલીટ ભાગ લેશે. ભારતના ફાળે અત્યારસુધી ટોટલ 11 મેડલ આવ્યાં છે. જેમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ છે. મેડલ મેળવનાર દેશોની યાદીમાં ભારત હાલ 7માં નંબરે છે.