એશિયાડ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતને રોઈંગમાં અત્યાર સુધી કુલ 3 મેડલ મળ્યા છે. પુરુષ ટીમે આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને રોઈંગમાં એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ક્વાડ્રુપુલ સ્કલ્સ સ્પર્ધામાં ભારતના સવર્ણ સિંહ, દત્તૂ ભોકાનલ, ઓમપ્રકાશ અને સુખમીત સિંહે 6 મિનિટ 17 સેકન્ડનો સમય લઈને પહેલું સ્થાન મેળવ્યું છે. આ પહેલાં પુરુષ લાઈટવેટ સિંગલ્સમાં દુષ્યંતે કાંસ્ય પદક જીત્યો હતો. તેમણે 7 મિનિટ 18 સેકન્ડનો સમય લઈને આ મેડલ મેળવ્યો છે. તેના પછી જ લાઈટવેટ ડબલ સ્કલ્સમાં રોહિત કુમાર અને ભગવાન સિંહે પણ કાંસ્ય મેડલ જીત્યો છે. બંનેએ રેસ પૂરી કરવા માટે 7 મિનિટ 4 સેકન્ડનો સમય લીધો હતો. આમ, એસિાડ ગેમ્સમાં 5 ગોલ્ડ મેડલની સાથે ભારતને કુલ 21 મેડલ મળ્યા છે.
Quadruple sculls rowing: Indian men’s team wins gold medal. #AsianGames2018 pic.twitter.com/JDUGO19YXj
— ANI (@ANI) August 24, 2018
Rowers ROAR!
A BRILLIANT performance by team ?? to win a?medal in the Rowing Men’s Quadruple Sculls event at #AsianGames2018. The superb team of Sawarn Singh, Dattu Baban Bhokanal, Om Prakash & Sukhmeet Singh has secured yet another?for us! #KheloIndia #IndiaAtAsianGames
— Rajyavardhan Rathore (@Ra_THORe) August 24, 2018