18મી એશિયન ગેમ્સના 14મા દિવસે શનિવારે ભારતના બોક્સર અમિક પંઘાલે મેન્સ 49 કિલો કેટેગરીમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફાઈનલમાં તેણે ઉબ્ઝેકિસ્તાનના દુસ્તોવ હસનબોયને 3-2થી હરાવ્યો છે. મેન્સ બોક્સિંગમાં ભારતને 2010 પછી પહેલીવાર ગોલ્ડ મેડલ મળ્યો છે. 2010માં વિજેંદર સિંહે 75 કિગ્રાની કેટેગરીમાં અને વિકાસ કૃષ્ણાએ 60 કિગ્રાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમિત આ એશિયાડના ફાઇનલમાં પહોંચનાર એકમાત્ર ભારતીય બોક્સર છે. અમિતે ગોલ્ડ જીત્યા પછી ભારતના નામે હવે 14 ગોલ્ડ મેડલ સહિત 66 મેડલ્સ થઇ ગયા છે.
#AsianGames2018 : India’s Amit Panghal wins gold medal in Men’s 49 kg Boxing final. pic.twitter.com/MffzC5w1xx
— ANI (@ANI) September 1, 2018
અમિતે સેમીફાઇનલમાં ફિલિપાઇન્સના કાર્લો પાલમને 3-2થી હરાવ્યો હતો. આ પહેલા વિકાસ કૃષ્ણને આંખમાં ઇજા થવાને કારણે અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે તે 75 કિગ્રા મેન્સ સેમીફાઇનલ મુકાબલામાં ન ઉતરી શક્યો અને તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો.