18મી એશિયન ગેમ્સના 5મા દિવસે ભારતના 15 વર્ષના શાર્દૂલ વિહાને મેન્સ ડબલ ટ્રેપમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. તે ફક્ત 1 અંકથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો. શાર્દૂલે 73 અંક હાંસલ કર્યા જ્યારે ગોલ્ડ મેડલ જીતનાર કોરિયાના શીન હૂનવોએ 74 અંક બનાવ્યા. હૂનવોએ એશિયન રમતોમાં રેકોર્ડ પણ બનાવ્યો. કતારના હમદ અલી અલ મારીએ 53 અંક સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ભારતે અત્યાર સુધીમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીતી લીધા છે.
#AsianGames2018 India’s Shardul Vihan wins a silver medal in men’s double trap event pic.twitter.com/dS9Mt2WeET
— ANI (@ANI) August 23, 2018
વિહાન ક્વૉલિફિકેશનમાં 141નો સ્કોર બનાવીને 10 ખેલાડીઓમાં પહેલા સ્થાન પર રહ્યો હતો. આ જ સ્પર્ધામાં અન્ય ભારતીય અંકુર મિત્તલે ક્વૉલિફિકેશનમાં 134નો સ્કોર કર્યો હતો. તે નવમા સ્થાન પર રહ્યો, એટલે ફાઇનલમાં જગ્યા ન બનાવી શક્યો.