તાઇ જૂ યિંગ સામે સતત છઠ્ઠી વખત પી.વી. સિંધુનો પરાજય
મહિલા બેડમિંટન સિંગલમાં ભારતની પીવી સિંધુને હારનો સામનો કરવો પડ્યો છે. ફાઈનલ મેચમાં સિંધુને વિશ્વની નંબર ૧ ખેલાડી તાઈ જૂ યિંગએ એક તરફી ટક્કરમાં ૨૧-૧૩, ૨૧-૧૬થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એશિયન ગેમ્સમાં વિશ્વની ત્રીજા નબંરની ખેલાડીને સિલ્વર મેડલ મળ્યો છે. નોંધનીય છે કે, તાઈ જૂ યિંગથી સિંધુને આ સતત છઠ્ઠી વખત હાર મળી છે. નોંધનીય છે કે, સિંગલ બેડમિંટન મહિલા સિંગલમાં ૫૬ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત પીવી સિંધુ પહોંતી હતી.
રજત ચૌહાણ, અમન સૈની અને અભિષેક વર્માની ભારતીય પુરુષ તીંરાદજી ટીમમાં ૧૮માં એશિયન ગેમ્સમાં ૧૦માં દિવસે કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ચૂકી ગઈ છે. ફાઈનલમાં ૨૨૯-૨૨૯થી બરાબરી કર્યા પછી ભારતીય ટીમ શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયાથી હારી ગઈ હતી અને તેથી સિલ્વર મેડલથી જ સંતોષ મેળવવો પડ્યો હતો.
ભારતની પુરુષ ટેબલ ટેનિસ ટીમે દક્ષિણ કોરિયા ટીમ સામે સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ કોરિયાએ ભારતને ૩-૦થી હરાવ્યા છે. તે સાથે જ ભારતને પહેલીવાર એશિયાડમાં બ્રોન્ઝ મળ્યો છે. ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ભારતે જાપાનને હરાવીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
હોકીમાં ભારતીય પુરુષ ટીમ પૂલ એમાં તેમની છેલ્લી મેચ શ્રીલંકા સામે રમશે. ભારતે આ પહેલાંની દરેક મેચ જીતી છે. આ ટૂર્નામેન્ટમાં હોંગકોંગને ૨૫-૦થી હરાવ્યા છે. બીજી બાજુ બોક્સિંગ મહિલા કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલમાં સોનિયા સાઠેર અને પવિત્રા રિંગમાં હશે. ૫૭ કિલો કેટેગરીમાં સોનિયાનો મુકાબલો કોરિયાની જો સોન સાથે થશે. જ્યારે ૬૦ કિલો કેટેગરીમાં પવિત્રાની સામે ઈન્ડોનેશિયાની હસના હુસવાતુન હશે.
મહિલા જેવલિન થ્રોમાં ભારતની અનુ રાની રમશે. તેમના પહેલાં પુરુષ કેટેગરીમાં નીરજ ચોપડાએ દેશને સ્વર્ણ પદક અપાવ્યો છે. પુરુષ ૮૦૦ મીટર દોડમાં ભારતના જિન્સન જોનસન અને મંજીત સિંહ ટ્રેક પર હશે. બીજી બાજુ મહિલા ૫ હજાર મીટર દોડમાં સૂર્યા લોંગનાથન અને સંજીવની બાબૂરાવ રમશે.