રશિયા એ યુક્રેન ઉપર હુમલા કર્યા ત્યારથી વૈશ્વિક સમીકરણો બદલાયા છે અને ઇકોનોમીનાં ગણિત હવે અમેરિકા, યુરોપ કે ઓસ્ટ્રેલિયા નહીં પણ એશિયાની તરફેણ કરી રહ્યા છે. ખાસ કરીને વિશ્વની કુલ વસ્તીમાં 18 ટકા જેટલો હિસ્સો ધરાવતા ભારત અને આશરે એટલોજ હિસ્સો ધરાવતા ચીનની રશિયા સાથે વધી રહેલી વ્યવસાયિક મિત્રતા એક સાથે સંખ્યાબંધ દેશોના અર્થતંત્રની કુંડળી બદલી રહ્યા છે. કદાચ આજ કારણ છે કે ઇન્ટરનેસનલ મોનિટરી ફંડ ( આઇ. એમ. એફ ) નાં મેનેજીંગ ડિરેક્ટર ક્રિસ્ટીના જ્યોર્જીવાએ દાવો કર્યો છે કે 2023 માં વિશ્વના વિકાસમાં ભારત અને ચીનનો ફાળો 50 ટકા જેટલો ઉંચો રહી શકે છે.
આ વર્ષે વૈશ્વિક મંદી વચ્ચે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ ત્રણ ટકાથી ઓછો રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.આઇ.એમ.એફ. એ કહ્યું છે કે આ વર્ષે વિકાસ દર નીચો રહેવાનો હોવાથી ઓછી આવક ધરાવતા દેશોને ટકી રહેવાનો પડકાર ઉભો થઇ શકે છે. એશિયામાં ભારત અને ચીનને બાદ કરતા પાકિસ્તાન, શ્રીલંકા, તથા મ્યાનમાર જેવા દેશોમાં લોકોને જીવાદોરીની પણ સમસ્યા આવી શકે છે. આ દેશોને મોમઘવારી સામે કપરાં ચઢાણ ચડવાના છૈ એવું આઇ.એમ.એફ અત્યારથી માને છે.
2020 થી શરૂ કરીને બે વર્ષ દરમિયાન વિશ્વનાં ઘણા દેશોએ છાશવારે કોવિડ-19 નાં કારણે લોકડાઉન સહન કરવા પડ્યાં છે તેનાથી અર્થતંત્રને માર તો પડ્યો જ છૈ એમાં વળી ગત વર્ષે રશિયાએ યુક્રેન ઉપર હુમલા કર્યા અને આ યુધ્ધ અનુમાન કરતા ઘણું વધારે એટલે કે એક વર્ષ કરતાં પણ વધારે ચાલ્યું છે. જેના કારણે વૈશ્વિક અર્થતંત્રનો પાયો હચમચી ગયો છે. જેના કારણે 2022 માં વૈશ્વિક વûધ્ધિદર 6.1 ની ધારણા સામે લગભગ અડધો એટલે કે 3.4 જેટલો નોંધાયો છે.
હાલમાં જે રીતે રશિયા અને નાટા દેશો અક્કડ વલણ દેખાડી રહ્યા છે તે જોતા આટલો નીચો દર આગામી પાંચ વર્ષ સુધી રહે તેવી ભિતી પણ સેવાઇ રહી છે. જો પાંચ વર્ષ સુધી વûધ્ધિ દર ત્રણ ટકાથી પણ નીચો રહે તો શું? આવા સંજોગોમાં વૈશ્વિક વûધ્ધિ 1990 ના વર્ષથી અત્યાર સુધીની સૌથી ઓછી હશે. અને છેલ્લા બે દાયકાનાં સરેરાશ 3.8 ટકાના દર કરતા પણ નીચો જશે. જેના કારણે ગરીબ દેશોમાં કોવિડ-19 સમયે શરૂ થયેલી ભુખમરાની સમસ્યા વધારે ગંભીર બનશે. 2023 માં 90 ટકા જેટલી એડવાન્સ ઇકોનોમીના વûધ્ધિદર ઘટવાની શક્યતા છે. આ સમયગાળામાં વિશ્વના ઘણા દેશોની બેંકિંગ વ્યવસ્થા પણ નબળી પડવાની આગાહી કરવામાં આવી છે.
કદાચ બેંકિંગ અને નોન-બેંકિંગ ફાયનાન્શ્યલ સેક્ટરની હાલત 2008 ના વર્ષ જેવી પણ થઇ શકે છે.આ તમામ નિરાશાઓ વચ્ચે ભારતની ઇકોનોમી આશાનું કિરણ બની રહી છે. આઇ.એમ. એફે વર્ષના પ્રા્રંભે જણાવ્યું હતું કે વૈશ્વિક દર ભલે ત્રણ ટકાથી નીચે રહૈ પણ ભારતનો વિકાસ દર 6.1 ટકાનો રહેશે. સાથે જ એશિયાનો વિકાસ દર 2023 માં 5.3 ટકા તથા 2024 માં 5.2 ટકા રહેવાની ધારણા છૈ. જો કે આ અંદાજ આજે કરાયેલા આખા વર્ષનાં અનુમાન પ્રમાણે જો અર્થતંત્ર ચાલે તો સાચો પડવાનો છે એ પણ નક્કી છે. આ ઉપરાંત ચીનની ઇકોનોમી 4.3 નો વûધ્ધિદર હાંસલ કરે તેવો અંદાજ મુકાયો છે.
અત્યાર સુધી ભારત અને ચીને રશિયા પાસેથી ક્રૂડતેલ ખરીદીને પોતાની ખરીદ કિંમત નીચી કરવા ઉપરાંત રશિયાને પોતાના ખર્ચ કાઢવામાં મદદરૂપ થવાની રણનીતિ અપનાવી છે. આગામી દિવસોમાં કદાચ ભારતનાં તો રશિયા સાથે સંબંધ ન પણ બગડે પણ ચીનનાં સંબંધો જળવાઇ રહે તેવી કોઇ બાંહેધરી નથી. જો ચીન- રશિયા વચ્ચેનાં કારોબારમાં અવરોધ આવે તો પણ તેની વૈશ્વિક ઇકોનોમી ઉપર અસર થવાની શક્યતા છે. મતલબ કે 2023 ના વર્ષમાં સમયાંતરે પરિસ્થિતીનું સુક્ષ્મ નિરીક્ષણ કરતા રહેવું પડશે.