શ્રીલંકા એશિયા કપમાંથી બહાર અફઘાનિસ્તાન ૯૧ રનથી વિજય
એશિયા કપમાં અફઘાનિસ્તાનને ૯૧ રને શ્રીલંકાને હરાવ્યું છે. તેથી શ્રીલંકાની એશિયા કપમાંથી ઘર વાપસી થશે તો આવતીકાલે મોસ્ટ એવઈટેક ભારત-પાક. વચ્ચે હાઈડ્રામા મેચ યોજાશે ભારત-પાક ૧૫મહિના બાદ આમને સામને રહેશે તો ભારત ૧૦ વર્ષ બાદ હોંગકોંગ સામે ટકરાશે. અબુધાબીમાં યોજાનારી આ મેચમાં પીચની પણ એક ખાસીયત છે. જેથી આવતીકાલથી મેચમાં જે ટીમ ટોસ જીતીને બેટીંગની પસંદગી કરશે તેની જીતની શકયતાઓ ૭૫ ટકા વધુ મજબુત બનશે.
ત્યારે સૌ કોઈની નજર આવતીકાલની મેચ ઉપર રહેશે અફઘાને પહેલા બેટીંગની તક ઝડપી લેતા ૨૪૯ રનનો લક્ષ્યાંક શ્રીલંકા સામે હતો. જોકે શરૂઆતથી જ શ્રીલંકાનું પ્રદર્શન સાથ ન હતુ પણ છતા સમયાંતરે વિકેટો પડતી ગઈ ઐતિહાસીક મેચ એટલે કહી શકાય કેમ કે અફઘાને પહેલી વખત વન ડેમાં શ્રીલંકાને હરાવ્યું છે. સ્પીનરોની ટુકડી રશીદ ખાન, મોહમ્મદ નબી અને મજુબ ઉર રહેમાનની જુગલબંધીથી ૬ વિકેટો ઝડપવામાં આવી હતી.