આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટનો પ્રથમ મેચ
28મી ઓગસ્ટ એટલે આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની હાઇવોલ્ટેજ મેચ રમાશે જે મેચ ઉપર ક્રિકેટ રસિકોની મીટ છે. ત્યારે 7 વખત એશિયા કપની વિજેતા ભારતીય ટીમ 8મી વખત વિજેતા બને તેવી આશા સેવવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ફેવરિટ માનવામાં આવી રહી છે અને પાકિસ્તાનની ટીમ બરાબરની ટક્કર આપશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ હાલની સ્થિતિને જો ધ્યાને લેવામાં આવે તો પાકિસ્તાન ઉપર પણ સંકટ છવાયું છે કારણ કે શાહીન આફ્રિદી બાદ મોહમ્મદ વસીમ પણ એજાગ્રસ્ત થતા પાકિસ્તાનની બોલિંગ સ્ટ્રેનથમાં ઘટાડો જોવા મળ્યો છે.
જોકે, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ હાલ ટીમની જે સ્થિતિ છે તેનાથી ઘણાં દુ:ખી છે. દાનિશ કનેરિયાએ ટીમના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ખેલાડીએ કહ્યું છે કે પાકિસ્તાનમાં ક્રિકેટ પોલિસી બહુ જ ખરાબ છે, ટીમ પાસે કોઈ બેન્ચ સ્ટ્રેન્થ જ નથી. નોંધનીય છે કે હાલ ટીમનો શાનદાર બોલર ગણાતો શાહીન આફ્રિદી ઈજાના કારણે ટીમમાંથી બહાર છે, આવામાં ટીમના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તેની કમી વર્તાઈ શકે છે.
ભારત અને પાકિસ્તાન બન્ને ટીમો એશિયા કપમાં કુલ 14 વખત આમને સામને આવી છે જેમાંથી ભારતે 8 અને પાકિસ્તાને 5 મેચ જીતી છે. જ્યારે એક મેચનું પરિણામ નહોતું આવ્યું. જોકે, પાછલા ઝ20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની શરમજનક હાર થઈ હતી. એશિયા કપ શરૂ થયા પૂર્વે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ દાનિશ કનેરિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની બેન્ચ સ્ટ્રેનથ ભારત કરતા ખુબજ નબળી છે. જેનો ફાયદો ભારતીય ટીમને મળશે. શાહીન આફ્રિદી સિવાય જસપ્રિત બુમરાહની ગેરહાજરી પણ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. પરંતુ ભારતીય ટીમના અન્ય બોલરો પણ વિપક્ષી ટીમને હંફાવવા માટે સજ્જ છે. હાલ ભારતીય ટીમ એશિયા કપમાં વિવિધ ખેલાડીઓનો યોગ્ય ઉપયોગ કરી ઓસ્ટ્રેલિયા ખાતે રમાનાર ટી20 વિશ્વકપ માટેની તૈયારીઓ હાથ ધરશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાવાની છે. પાછલી વખતે ઝ20 વર્લ્ડકપમાં બન્ને ટીમ ટકારાઈ ત્યારે ભારતે 10 વિકેટથી હારનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે હાલ ભારતીય ટીમ દ્વારા અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે. ટીમે કેપ્ટનશિપમાં તથા મેનેજમેન્ટમાં ઘણાં સુધારા-વધારા કર્યા છે. ભારત પાસે અ, ઇ અને ઈ ટીમો છે. જ્યારે પાકિસ્તાન તેની એક ટીમ પણ સરખી બનાવી શકી નથી. જેના કારણે ટીમે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ભારત એશિયા કપમાં સ્ટ્રોંગ માઈન્ડસેટ સાથે એન્ટ્રી કરી રહ્યું છે, ટીમમાં સ્પિનર્સને મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈ છે. ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ મજબૂત લાગી રહ્યું છે.
આ સાથે દાનિશે ભારતના બોલિંગ ડિપાર્ટમેન્ટની સાથે બેટિંગ ડિપાર્ટમેન્ટની પણ ઘણી પ્રશંસા કરી છે. કેએલ રાહુલનું કમબેક થતા ટીમની બેટિંગ સ્ટ્રેન્થ વધી છે. ઝિમ્બાબ્વે સામેની ત્રીજી મેચમાં ભલે રાહુલે 30 રન કર્યા હોય પણણ તેણે જે રીતે શોર્ટ્સ રમ્યા છે તે જોતા સાબિત થઈ રહ્યું છે કે રાહુલ ફરી ફોર્મમાં છે. આ ભારતીય ટીમ માટે સારી નિશાની છે, પરંતુ તે પાકિસ્તાન માટે સારું નથી. પાકિસ્તાનમાં બેટિંગ ઓર્ડરની તકલીફ છે. ટીમના બેટિંગ ઓર્ડર વિશે વિચારો તો માત્ર બાબર આઝામ અને મોહમ્મદ રિયાઝ માત્ર બે જ નામ છે. આ બે જ બેટ્સમેન છે કે જેઓ પાકિસ્તાની ટીમ માટે કમાલ કરી શકે છે. આજથી શરૂ થતા એશિયા કપમાં પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે જોવા રમાશે. આવતીકાલે હાઈ વોલ્ટેજ મેચ પણ જોવા મળશે કે જે ભારત પાકિસ્તાન વચ્ચે રમાશે.
શાહીન આફ્રિદી બાદ હવે મોહમ્મદ વસીમ ઇજાગ્રસ્ત થતા પાકિસ્તાનને વધુ એક ફટકો
ઘાતક બોલર શાહીન શાહ આફ્રિદીને ગુમાવી ચૂકી છે. હવે પાકિસ્તાનનો વધુ એક ફાસ્ટ બોલર ઈજાની ઝપેટમાં આવી ગયો છે અને પાકિસ્તાની કેમ્પ પણ બેકફૂટ ઉપર આવી ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવા ઝડપી બોલર મોહમ્મદ વસીમ જુનિયરને પીઠમાં દુખાવો થયો હતો, જેના પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
સૌથી વધુ વખત ભારતે એશિયા કપ જીત્યો છે
એશિયા કપ જીતનારી સૌથી વધુ વખત જીતનારી જો કોઈ ટીમ હોઈ તો તે ભારત છે. ભારતે સાત વખત એશિયા કપ જીત્યો છે ત્યારબાદ પાંચ વખત શ્રીલંકા અને બે વખત પાકિસ્તાન જીત્યું છે. એટલું જ નહીં ત્રણ વખત બાંગ્લાદેશની ટીમ રનર ઓફ તરીકે પણ ઉભરીને આવી છે .
એક ક્રિકેટ બોલને વાચા ફૂટી…
- આમ ભલે હું આખો લાગું પણ બે ભાગમાં વહેંચાયેલો છું
- ભલું થાય એ દોરાનું, જેનાથી હું સંધાયેલો છું….
- જેને તમે સિલાઇ કહો છો એ જ મારી ‘સીમ’ છે,
- હું એના થકી જ ઇનસ્વીંગ આઉટસ્વીંગ થવા ટેવાયેલો છું.
- હું તો ફેંકાવા માટે જ સર્જાયેલો છું એટલે
- મારી ફેંકી ફેંકી કરાય છે મને એનું જરાય દુ:ખ નથી
- મને લાળ ચોપડાય છે, ટ્રાઉઝર પર ઘસાય છે
- એથી થોડો નારાજ છું, બીજું તો શું કરી શકું ?
- ટ્રાઉઝર પર થોડો રંગ છોડું છું !
- હું ફેંકાઉં પણ જો ફટકારાઉં તો ગબડતો કે ઉડતો બાઉન્ડ્રી તરફ જાઉં છું
- મારા બાઉન્ડ્રી ગમનથી કો’ક ખુશ તો કો’ક નાખુશ જો કેચરૂપ ઝીલાઉં તો
- કો’કનું આવી બને, જો ન ઝીલાઉં તો મારું આવી બને.
- એકવાર હાથથી છૂટું તો ફીલ્ડર મને પાછો ઉંચકીને
- જોરથી પછાડે, જાણે હું જ ડ્રોપ માટે જવાબદાર હોઉં છું !
- મારાંય નસીબ છે ને, હું હેલ્મેટ પર અથડાઉ તો બોલર પ્રસન્ન ને હું
- મિડલ ઓફ ધ બેટ અથડાઉં તો બેટસમેન રાજી !
- મારું પણ માણસ જેવું છે, ચમકતો હોઉં ત્યાં સુધી જ કિંમત, 90 ઓવર્સ પછી વેસ્ટ
- થઇ જાઉ છું ! આજના આ ફાસ્ટ યુગમાં ફિફટી નહીં, ટવેન્ટી ઓવર્સ પછી નકામો બની જાઉં છું !
- હા, જો પાંચ વિકેટ લેવામાં નિમિત્ત બનું તો બોલરના શોકેસમાં ગોઠવાઉ છું
- પણ જો એ નિષ્ફળ ગયો તો હું બહાને ચડી જાઉં છું.
- યારો ! હું તો એ જ છું જેના થકી કપિલ, શ્રીનાથ ને બુમરાહ બન્યા !
- હું શું કરૂં કોઇની નિષ્ફળતા માટે, એ જેમ ફેંકે એમ હું ફેંકાઉં છું !!!