છેલ્લા સમય સુધી ભારતે પકડ બનાવી સરસાઈ મેળવી હતી
હાલ એશિયા કપ હોકી 2022 રહી છે જેમાં ગત સીઝન ના વિજેતા ભારત સામે પાકિસ્તાન નો મેચ રમ્યો હતો. જે મેચ ડ્રો પણ થયો હતો. બી ની વાત એ છે કે આ મેચ પર ભારતનું પ્રભુત્વ ચાલુ થયા તે સમયથી જ જોવા મળતું હતું પરંતુ મેચના આખરી સમયે પાકિસ્તાનને પેનલ્ટી મળતાં કે તેનો લાભ ઉઠાવ્યો હતો અને ગોલ ફટકાર્યો હતો જેગોલ બાદ બંને ટીમો અને એક એક ગોલ થતા હોવાથી મેચ ડ્રો તરફ જોવા મળ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ હોકી ટુર્નામેન્ટ 2022માં સોમવારે રમાયેલો મુકાબલો ભારે રોમાંચ બાદ 1-1થી ડ્રો રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ અદ્દભુત પ્રદર્શન કર્યું હતું. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં 8મી મિનિટે જ ગોલ નોંધાવ્યો હતો. ભારતે મેચ પૂરી થવાની થોડી મિનિટો બાકી હતી ત્યાં સુધી આ સરસાઈ જાળવી રાખી હતી. જોકે, અંતિમ સમયમાં પાકિસ્તાનને પેનલ્ટી કોર્નર મળ્યો હતો જેના પર રાણાએ ગોલ નોંધાવીને ટીમને પરાજયમાંથી બચાવી લીધી હતી.
અન્ય મેચોની જો વાત કરવામાં આવે તો મલેશિયા અને ઓમાન વચ્ચે મલેશિયાએ ઓમાનને 7-0 થી હરાવ્યું હતું.જ્યારે કોરિયાએ બાંગ્લાદેશને 6-1 થી માત આપી હતી અને જાપાને પણ ઇન્ડોનેશિયાને 9-0થી હરાવ્યું હતું. આ એશિયા કપમાં પણ હજુ આગામી સમયમાં અનેક રોમાંચક ભર્યા મેચ જોવા મળશે. ત્યારે પ્રશ્ન એ પણ ઉભો થયો છે કે ગત વર્ષ ની સિઝનમાં ભારત જે રીતે ચેમ્પિયન બન્યું હતું તો તે શું ફરી આ સિઝનમાં પણ દોરાવી શકશે કે કેમ ?