એશિયા કપમાં ૧૯મીએ ભારત-પાક ટકરાશે
આવતીકાલથી સાઉદી અરેબીયામાં એશિયાના છ દેશોની ક્રિકેટ ટીમ વચ્ચે કોન્ટીનેન્ટલ ચેમ્પીયન એશિયા કપ ૨૦૧૮નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપતા સ્ક્રીપર રોહિત શર્મા કપ્તાનીની કમાન સંભાળશે ક્રિકેટમાં ભારત-પાકનો મેચ હંમેશાથી લોકોમાં રોમાંચનો વિષય બને છે.
ત્યારે ૧૫ મહિના બાદ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન સાથે ટકરાશે. દુબઈના આ એશિયા કપમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગે ભાગ લીધો છે. ૧૨ વર્ષ બાદ ભારત સાઉદી અરેબીયાની ધરતી પર ક્રિકેટ રમશે અને કેપ્ટન રોહિત ખૂબજ ઉત્સાહમાં દર્શાઈ રહ્યા છે.
સૌ કોઈની નજર ૧૯મી સપ્ટેમ્બરે યોજાનારા ભારત-પાક.ના મેચ ઉપર રહેશે. રોહિતે એશિયા કપ વિશે કહ્યું હતુ કે પાકિસ્તાન સામેની મેચ હંમેશા રસપ્રદ હોય છે. કારણ કે તેમની ટીમ પણ ખૂબ સા રમે છે. પણ એશિયા કપ સરળ પણ નથી તમામ ટીમોએ સખત મહેનત કરી છે.
અને હું પહેલી વખત કેપ્ટન્સી કરી રહ્યો છું તો પાકિસ્તાન ટીમના કેપ્ટને સરફરાઝ અહેમદે કહ્યું કે એશિયા કપ તમામ ટીમો માટે ખૂબજ સારી તક છે. તમામ ટીમો તેનું બેસ્ટ પ્રદર્શન કરશે ભારતના ગ્રુપમા ત્રીજી ટીમ તરીકે હોંગકોંગ છે. જયારે આવતીકાલે સૌ પ્રથમ મેચમાં ગ્રુપ બીમાં સ્થાન ધરાવતા શ્રીલંકાનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ ગ્રુપમાંત્રીજી ટીમ તરીકે અફઘાનિસ્તાન છે.
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેનો મુકાબલો ભારતીય સમય પ્રમાણે સાંજે ૫ વાગ્યાથી શરૂ થશે. ત્યારે શ્રીલંકાની ટીમમાં સ્ટાર્સ ખેલાડીઓની ગેરહાજરીને કારણે બાંગ્લાદેશને જીતની તક મળશે. બાંગ્લાદેશ અને શ્રીલંકા છેલ્લે નિદીહાસ ટ્રોફીમાં ટી.૨૦માં ટકરાયા હતા.
ટુર્નામેન્ટ દરમ્યાન બંને ટીમોમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. અને ખેલાડીઓએ મેદાન વચ્ચે ઉતરીને નાગીન ડાન્સ કરીને ઉજવણી કરી હતી. વધુ એક રસપ્રદ વાત હોંગકોંગની ટીમનું ઈન્ડીયન કનેકશન છે.એશિયા કપમાં હોગકોંગ તરફથી કપ્તાની કરી રહેલા અંશુમન મૂળ ભારતીય છે. જો કે તેનો જન્મ હોંગકોંગમાં થયો હતો પણ માતા-પિતા મૂળ ભારતના ઓડિશાના છે.