પાકિસ્તાનની ટીમની યજમાનગીરી માટે બી. સી. સી. આઈ.ને  સરકાર પાસેથી પરવાનગી ન મેળવી શકતા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એ. સી. સી.)એ આગામી ૫૦ ઓવરની મેચોની એશિયા કપ સ્પર્ધાને ભારતમાંથી યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)માં ખસેડી છે.

એ. સી. સી.ના સભ્ય-રાષ્ટ્રોની કુઆલાલમ્પુર ખાતે યોજાયેલ બેઠકમાં સંમતિથી સ્પર્ધા હવે ૧૩-૨૮ સ્ટેમ્બર દરમિયાન દુબઈ અને અબુધાબીમાં રમાશે.

પી.સી.બી.ના ચેરમેન નજમ શેઠીના અધ્યક્ષપદ હેઠળની બેઠકમાં ભારતીય ક્રિકેટ બૉર્ડનું પ્રતિનિધિત્વ તેના ચીફ એક્ઝિક્યુટિવ રાહુલ જોહરીએ કર્યું હતું. એશિયા કપ દ્વિવાર્ષિક સ્પર્ધા છે જે હવે વન-ડે અને ટી-૨૦ના બંને પ્રકારમાં યોજાય છે. પેહેલા આ સ્પર્ધા ભારતમાં યોજાવાની હતી પણ પાકિસ્તાનની ટીમને ભારતના પ્રવાસ માટે વિઝા મળે તેમ ન હોવાને કારણે અંતે આ એશિયા કપ યુ એ ઈ માં ક્હેસવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.