વરસાદ વેરી બનશે તો ’ડકવર્થ લુઈસ’ આધારે મેચનું પરિણામ નિર્ધારિત કરાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એશિયા કપનો મહામુકાબલો રમાવવા જય રહ્યો છે. આજના હાઈ વોલ્ટેજ મેચ કહેવાતા આ મેચ વરસાદમાં ધોવાઈ જવાના એંધાણ પણ જણાઈ રહ્યા છે. અત્યારે શ્રીલંકાના કેન્ડીમાં જ્યાં મેચ રમાશે ત્યાં દિવસ દરમિયાન 70 ટકા વરસાદ પડવાની સંભાવના છે. એક્યુવેધર વેબસાઈટના જણાવ્યા પ્રમાણે 98 ટકા વાદળછાયુ વાતાવરણ રહેશે તો બીજી બાજુ આ મેચ પર સંકટના વાદળો પણ છવાયેલા રહી શકે છે.
પરિણામ સ્વરૂપે મેચ ડકવર્થ લુઇસ નિયમ મુજબ રમાશે અને તેમાં પણ પ્રથમ બેટિંગ કરનાર ટીમને ઘણો એવો લાભ મળે તેવી પ્રબળ શકયતાઓ પણ છે. બીજી તરફ એશિયા કપની શરૂઆતમાં જ પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાલ વચ્ચે રમાયો હતો જેમાં પાકિસ્તાનના પેસ બેટરી અને બેટ્સમેનોએ ધુવાધાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ત્યારે આજે જો વરસાદ વેરી ન બને તો પાકના બોલરો સાથે બેટ્સમેનોને ભારત નાથી શકશે કે કેમ એ પણ એટલું જ મહત્વનું છે. તરફ ભારતમાં રોહિત શર્મા વિરાટ કોહલી જેવા ધુઆધાર બેટ્સમેનો તો સામે પાકિસ્તાનનો સુકાની બાબરા આઝમ પણ પોતાના ફોર્મમાં પરત ફર્યો છે જે ભારતના બોલરો માટે પણ ચિંતા નો વિષય બની રહેશે.
અરે ભારત આજના મેચમાં ત્રણ ફાસ્ટ બોલર અને બે સ્પીનરો સાથે મેદાનમાં ઉતરશે. એશિયા કપની વાત કરીએ તો ભારત પાકિસ્તાન સામે મજબૂત સ્થિતિમાં છે. એશિયા કપના વનડે ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે 13 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 7માં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને 5 મેચ જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. ભારતે કુલ સાત વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે, જ્યારે પાકિસ્તાન માત્ર બે વખત જ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યું છે. મેચ રમાશે તો વિરાટ કોહલી સાથે શહેનશાહ આફ્રીદી, તારે રોહિત શર્મા સામે હરીશ રૌફની કસોટી થશે.